રાજ્યમાં સોમવાર બન્યો ગોઝારો, જુદા જુદા બે અકસ્માતમાં 5 ના મોત
અમદાવાદ: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુના આંકડામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુના આંકડામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગુજરાતમાં આજે સવારે એક સાથે બે અલગ અલગ અકસ્માતના બનાવો સામે આવ્યા છે . દ્વારકા-પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બીજી તરફ 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલી પ્રેસ્ટિજ હોટેલ પાસે ત્રણ શ્રમિકોના અકસ્માતમાં મોત થયા છે.
દ્વારકા-પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ પાસે ગંભીર અકસ્માત થયો છે. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માતની ઘટનાને લઈ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરાતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પહોંચી હતી. 5 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કાર ચાલકે ત્રણ શ્રમિકોને અડફેટે લેતા મોત
રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલી પ્રેસ્ટિજ હોટેલ પાસે ત્રણ શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે તેઓને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય શ્રમિકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યાં હતા. અકસ્માતને લઈ લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT