MODI Government: કપલ્સને પ્રતિમાસ સરકાર આપશે 18 હજાર, આ રીતે યોજનાનો ફાયદો ઉઠાવો
Pradhan Mantri Vaya Vandana Yojana: કેન્દ્ર સરકાર (Central Government) તરફથી ખાસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જેમાં તમને દર મહિને રૂપિયા મળશે. જી હાં સરકાર…
ADVERTISEMENT
Pradhan Mantri Vaya Vandana Yojana: કેન્દ્ર સરકાર (Central Government) તરફથી ખાસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જેમાં તમને દર મહિને રૂપિયા મળશે. જી હાં સરકાર આ સ્કીમમાં પરણીત લોકોને 18500 રૂપિયાનો ફાયદો મળશે. જો તમે પણ દર મહીને વધારે કમાણીના ઓપ્શન (Pension Scheme) જોઇ રહી છે તો પીએમ વય વંદના યોજના (PMVVY Scheme) તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તમારી પાસે આ યોજનામાં એપ્લાય કરવા માટે 2 દિવસનો સમય બાકી છે. જુઓ તમે પણ કઇ રીતે દર મહિને સરકાર પાસેથી પૈસા લઇ શકો છો.
તમે તમારી જરૂરિયાત મુજબ પેન્શન લઈ શકો છો
પીએમ વય વંદના યોજનામાં, લાભાર્થીઓને દર મહિને રૂ. 1000 થી રૂ. 9250 સુધીની પેન્શનનો લાભ મળે છે. તેની સાથે તમને 7.40 ટકાના દરે વ્યાજનો લાભ પણ મળે છે. વૃદ્ધોને તેમની જરૂરિયાત મુજબ આગામી 10 વર્ષ માટે પેન્શન આપવામાં આવે છે. તમે તમારી ઈચ્છા મુજબ માસિક, ત્રિમાસિક, વાર્ષિક અને અર્ધવાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકો છો.
18500 રૂપિયા કેવી રીતે મેળવશો?
જો પતિ-પત્ની બંને મળીને આમાં ખાતું ખોલે છે, તો 9250 રૂપિયાના આધારે, તમને 18500 રૂપિયાનો સંપૂર્ણ લાભ મળશે, એટલે કે, તમને ડબલ પેન્શનનો લાભ મળશે.
ADVERTISEMENT
પેન્શનનો લાભ મળશે
આ યોજનામાં તમારું રોકાણ 10 વર્ષ માટે છે. તમને 10 વર્ષ માટે વાર્ષિક અથવા માસિક પેન્શન આપવામાં આવશે. જો તમે 10 વર્ષ સુધી આ સ્કીમમાં રહેશો, તો 10 વર્ષ પછી તમારું રોકાણ તમને પરત કરવામાં આવશે. તમે આ પ્લાનમાં ગમે ત્યારે સરન્ડર કરી શકો છો.
પેન્શન કોણ લઈ શકે?
પ્રધાનમંત્રી વય વંદના યોજના એક સામાજિક સુરક્ષા યોજના છે, જે અંતર્ગત અરજદારને વાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક પેન્શન આપવાની જોગવાઈ છે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર આ યોજના લાવી છે અને આ યોજના ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત છે. 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો આ યોજનામાં પાત્ર છે.
ADVERTISEMENT
15 લાખ સુધીનું રોકાણ કરી શકો છો
આ સ્કીમ હેઠળ તેઓ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે પહેલા આ સ્કીમમાં માત્ર 7.5 રૂપિયાનું રોકાણ કરી શકાતું હતું, પરંતુ બાદમાં આ રકમ વધારીને બમણી કરવામાં આવી હતી. આ યોજનામાં અન્ય યોજનાઓની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT