મોડાસા બિલ્ડીંગ દુર્ઘટના: સાપરાધ મનુષ્યવધના આરોપી 25 દિવસથી ફરાર, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના માલપુર રોડ પર 25 દિવસ પૂર્વે નિર્માણ પામી રહેલી બહુમાળી બિલ્ડીંગમાં દુર્ઘટના સર્જાતા એક શ્રમિકનું મોત થઈ ગયું હતું. બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડતા કડીયા કામ કરી રહેલા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. આ કિસ્સામાં પોલીસે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધ્યો હતો.

25 દિવસ થવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર
જોકે આ દુર્ઘટનાને 25 દિવસ થઈ જવા છતાં હજુ સુધી આ બંને આરોપીઓ પોલીસની પકડમાં આવી શક્યા નથી. એવામાં પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. દુર્ઘટનામાં ત્રણ પૈકી એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જયારે ઈજાગ્રસ્ત બનેલા બે શ્રમિક પૈકી એક યુવક હાલ 25 દિવસથી મોડાસાની હોસ્પિટલમાં કોમાની સ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. શ્રમિકનો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હોવાનું જણાવી રહ્યો છે.

ADVERTISEMENT

પોલીસ પર આરોપીઓને છાવરવાનો આરોપ
મોડાસા ટાઉન પોલીસ મથકે આ બનાવ અંગે બેદરકારી બદલ એન્જીનિયર અને કોન્ટ્રાકટર સામે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. છતાં ટાઉન પોલિસ ભેદી રીતે આરોપીઓને પકડવામાં અસફળ રહી છે. ભોગ બનનાર પરિવારોમાં, અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર અને મોડાસા ટાઉન પોલીસ સામે ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે. ટાઉન પોલીસે થોડાક દિવસ પૂર્વે છેતરપીંડીના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં છેક મુંબઈથી ઝડપીને પાડતા ખૂબ વાહવાહી મેળવી હતી. પરંતુ સાપરાધ મનુષ્યવધના મોટા માથાના આરોપીઓને પકડવામાં પોલીસ કેમ પાછી પાની કરે છે? જેવા અનેક સવાલો ઉભા થયા છે. હાલ તો ભોગ બનનાર પરિવાર ન્યાય મળે તેની રાહ જોઈ બેઠો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT