દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ હાથમાં તીરકામઠું લઈને ટીમલીના તાલે ઝૂમ્યા, જુઓ વીડિયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વાઘોડિયા: આજે વિશ્વ આદિવાસી દિવસ પર રાજ્યભરમાં ઘણા જિલ્લાઓમાં ગુજરાત સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યોએ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે હાથમાં તીરકામઠું લઈને ટીમલીના તાલે ઝૂમ્યા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સામે આવ્યો છે.

ધારાસભ્ય મધુ શ્રીવાત્સવનો ટીમલી ડાંસ
વાઘોડિયામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના મુખ્ય બજારમાં પરંપરાગત ટીમલી સંગીત પર સ્થાનિક આદિવાસીઓએ નૃત્ય કર્યું હતું. કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ હાજર હતા અને પરંપરાગત આદિવાસી નૃત્યુ જોઈને તેઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. તેઓ હાથમાં તીરકામઠું લઈને ટીમલીના તાલે ઝૂમ્યા હતા. તેમનો ડાંસ કરતો વીડિયો સામે આવતા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા હતા.

ADVERTISEMENT

રાજ્યભરમાં 14 જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ આદિવાસી દિવસ પર ખાસ કરીને આદિવાસી વિસ્તારના અંબાજીથી ઉમરગામ સુધીના 14 જેટલા જિલ્લાઓમાં ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઝાલોદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાવી કંબોઈ મંદિરે દર્શન કર્યા બાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું તથા 1000 કરોડથી વધુના કાર્યોનું ખાત મુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.

દાંતામાં ભાજપના નેતાએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરી
બીજી તરફ દાંતાના આદર્શ નિવાસી શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની હાજરીમાં દાંતા તાલુકાના સ્થાનીક નેતા લાધુભાઈ પારઘીએ દાંતા સીટ પર સ્થાનીક ઉમેદવારને ટિકીટ આપવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, જો અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો પક્ષને નુકશાન થશે. આજે દાંતા ખાતે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને સાફો પહેનાવી તલવાર આપી તેમજ માતાજીની પ્રતિમા સ્મૃતિ ચિન્હ સ્વરૂપે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT