ગુજરાતઃ રાજનાથ સિંહ સહિત આ નેતાઓની દેખરેખમાં ધારાસભ્ય દળના નેતા ચૂંટાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત પછી હવે ભાજપ માટે સામે વિપક્ષ વગરની વધુ મોટી જવાબદારી સાથેની સરકાર રચવાનો પડકાર ઊભો છે. પોતાના મોટા ભાગના નેતાઓ જંગી લીડ સાથે જીત્યા છે તો મંત્રી મંડળથી માંડીને તમામ હોદ્દાઓ પર સ્વાભાવીક રીતે નેતાઓની આશાઓ વધશે. ભાજપે તે તમામ બાબતો ઉપરાંત આગામી ચૂંટણીઓની તૈયારીઓ સાથે નિર્ણય કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. ધારાસભ્ય દળની શનિવારે બેઠક થવાની છે.

આ વિધાયક દળની બેઠક યોજવાની છે ત્યારે પાર્ટી વિધાયક દળના નેતા ચૂંટવાની કામગીરી દરમિયાન કેન્દ્રીય સુપરવાઈઝર તરીકે ત્રણ કેન્દ્રીય નેતાઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય જનજાતિય કાર્ય મંત્રી અર્જુન મુણ્ડાને આ સુપરવાઈઝર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય મહાસચિવ તથા મુખ્યાલય પ્રભારી અરુણ સિંહે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ ત્રણ નેતાઓની દેખરેખ હેઠળ આ સમસ્થ કામગીરી હાથ ધરાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT