મહિલા સમ્માન BJPની વાતો, હર્ષ સંઘવીના હોમટાઉનમાં જે થયું તે નિંદનીયઃ MLA ચૈતર વસાવા
નર્મદાઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સુરતમાં ઘટેલી બે ઘટનાઓને લઈને ભાજપ અને ગુજરાત સરકાર પર આકરા થયા છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ…
ADVERTISEMENT
નર્મદાઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સુરતમાં ઘટેલી બે ઘટનાઓને લઈને ભાજપ અને ગુજરાત સરકાર પર આકરા થયા છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસની કાર્યવાહીને આડેહાથ લીધી છે. તેમણે કહ્યું કે, ભાજપ દ્વારા માત્ર મહિલા સુરક્ષાની વાતો જ થઈ રહી છે. તેમણે એવું પણ કહ્યું કે બંને ઘટનાઓની પીડિતાઓને ન્યાય નહીં મળે તો મોટી સંખયામાં આંદોલન કરવામાં આવશે.
કેમ નારાજ છે ચૈતર વસાવા?
હાલમાં જ સુરતમાં પલસાણા ખાતે મલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદારકા નર્સિંગ કોલેજમાં ૨૦ વર્ષિય સોનલ બીજા વર્ષમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી. જે કોલેજના હોસ્ટેલના પાંચમાં માળેથી પડી ગઈ હોવાની જાણકારી કોલેજ તરફથી પરિવારજનોને મળી હતી. દીકરીની ચિંતામાં આ માહિતી મળતા જ પરિવારજનો નર્સિંગ કોલેજ પર પહોંચ્યા હતા. કોલેજમાંથી આવેલા કોલમાં કહેવામાં આવ્યું હતું કે, તમારી દીકરીને ખેંચ આવતા તે પડી ગઈ છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ચૌધરી પરિવારને ખબર પડતા જ તેઓ નર્સિંગ કોલેજના કેમ્પસમાં પહોંચ્યા હતા પણ તેઓને તેમની દીકરી સાથે કઈ અજુગતું બનાવ બન્યો હોય એવું લાગ્યું હતું. જોકે આ મામલામાં કોલેજ સ્ટાફના માનસિક ત્રાસ મામલે આરોપો લગાવાઈ રહ્યા છે.
સુરતઃ રહસ્યમય રીતે યુવતી પાંચમા માળેથી પટકાઈ, મોતઃ પરિજનોના હોસ્ટેલ સામે આરોપ
ઉપરાંત સુરતમાં જ 4 વર્ષની બાળકી પર દૂષ્કર્મની ઘટના ઘટી હતી. જે દીકરીની હત્યાના પ્રયાસ પણ થયા હતા. જેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલામાં તેમણે કહ્યું કે, મહિલા સમ્માનની વાતો કરનારી BJPના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન માં 4 વર્ષ ની નાની બાળકી પર બળાત્કાર કરી નરાધમ દ્વારા હત્યાં કરવાના પ્રયાસો થયા અને બીજા દિવસે સોનલબેન ચૌધરી ને કૉલેજ ના સ્ટાફ ના માનસિક ત્રાસ થી આત્મહત્યાં કરવા મજબુર કરવામાં આવી જે ખુબ જ નિંદનીય છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT