MLA નો આરોપ કરોડોના ખર્ચે રોડ બન્યાં તો તુટી કેમ ગયા? જનતા જવાબ નહી હિસાબ માંગે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગર : બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને સ્થાનિક લોકોની સમસ્યાના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને બિસ્માર પડેલા રોડ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે રોડ રસ્તાના કામમાં ખુબ જ હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોવાનું જણાવ્યું હતું. જેના કારણે રોડની સ્થિતિ ખુબ જ બિસ્માર બની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બાલાસિનોરથી વિરણીયા સુધીનો રોડ 100 કરોડના ખર્યે બન્યો તો પણ ધોવાયો
બાલાસિનોરથી વિરણીયા સુધીનો 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ નવીન રસ્તો બિસ્માર ગણત્રીના મહિનાઓમાં જ બિસ્માર બન્યો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. રોડ બનાવવામાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રોડ બનાવવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આટલું જ નહી રોડ ઉપર બનાવવામાં આવેલ બસ સ્ટોપ પણ ખુબ જ હલકી ગુણવત્તાનાં હોવાના કારણે 2 વર્ષ જેટલા ઓછા સમયમાં જમીન દોસ્ત થયા હોવાનો આરોપ લગાવ્યો હતો.

પૂર્ણેશ મોદીએ બાયપાસ રોડ પણ મંજૂર નથી કર્યો
પૂર્વ વાહન વ્યવહાર મંત્રીને બાલાસિનોર બાય પાસ રોડની માંગ કરી ત્યારે ત્યારે મંત્રી પુણેશ મોદીએ હાલમાં જ નવો રોડ બન્યો છે તે ખુબજ મજબૂત છે તેમ જાણવી બાયપાસ રોડની માંગ ઠુકરાવી હતી. જો રોડ મજબૂત બન્યો તો ઠેર ઠેર રોડ પ્રથમ ચોમાસામાં કેવી રીતે ધોવાઇ શકે તે અંગે જવાબ માંગ્યા હતા. નવીન રોડમાં ખાડા પડતા રાહદારીઓને ખુબ જ પરેશાની વેઠવી પડી રહી હોવાનું જણાવ્યું હતું. આવા રસ્તાના કારણે અનેક અકસ્માત પણ થયા હોવાનું તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT