ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જીભ લપસી, મુખ્યમંત્રીનું નામ જ ભૂલી ગયા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય રાઠોડ, સુરત: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકના પદગ્રહણ સમારોહમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ગૃહમંત્રી પોતાના સરકારના ઉદ્યોગોમાં લીધેલા નિર્ણયોની પ્રશંસામાં મહામગ્ન થઇ ગયા કે થોડા સમય માટે તો મુખ્યમંત્રીનું નામ જ ભૂલી ગયા હતા. પોતાની સરકારની પ્રશંસા કરતા કરતા મંત્રીની જીપ લપસી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલવાને બદલે તેમણે મુખ્યમંત્રીનું પિયુષ પટેલ તરીકે સંબોધ્યું હતું. મુખ્યમંત્રીને પિયુષ પટેલ તરીકે સંબોધતા કાર્યક્રમો ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા.

સુરતનું અને હવે સમગ્ર રાજ્યમાં અને અન્ય રાજ્યમાં ચર્ચાતુ ખુબ મોટુ નામ એટલે હર્ષ સંઘવી. ઉંમર નાની છે, પણ ધારાસભ્ય તરીકે બીજી ટર્મ છે એટલે જાહેરજીવનનો અનુભવ ખુબ છે. અને હવે તો ગૃહરાજ્યમંત્રી તરીકેનો અનુભવ પણ બહોળો છે. યુવામંત્રી તરીકે પણ ઘણીવાર સિનિયરો કરતાંય સારી કામગીરી કરી હોવાની પ્રશંસા એમની થાય છે. એવામાં સંઘવી પણ જ્યારે જાહેરમાં નિવેદનો આપતા હોય છે ત્યારે ખુબ સતર્ક રહે છે. પત્રકારો પ્રશ્ન પુછે તો ઘણીવાર સરકાર સવાલોના ઘેરામાં હોય ત્યારે પણ સંઘવી ખુબ ચેતીને અથવા કહી શકાય સાવચેતી અને સતર્કતા સાથે જવાબ આપતા હોય છે. એવામાં તાજેતરમાં સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવીની જીભ લપસી. અને મુખ્યમંત્રીને કહી દીધું કઈક એવુ કે ચર્ચા ચારે કોર શરુ થઈ ગઈ.

ઉત્સાહમાં જીપ લપસી
સુરત મા ચેમ્બર ઓફ કોમર્સના દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું જીભ લપસી ગઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ને પીએમ મિત્ર પાર્કની જાહેરાતની વાત કરતા હર્ષ સંઘવી એ ગુજરાતના મુખ્યમંત્રીનું નામ બદલી નાખ્યું હતું.હર્ષ સંઘવી પીએમ મિત્ર પાર્ક માટે આવનાર 13 તારીખે MOU કરવા જવાની વાત કરી રહ્યા હતા.Mou સાઈન કરવા માટે મંત્રીમંડળ નિમિત્તે હું ઉદ્યોગ મંત્રી તરીકે , મુખ્ય મંત્રી પિયુષ પટેલ,પિયુષ ગોયેલ , દર્શના જરદોશ જવાના છે આવું મંચ ઉપર થી કહ્યું હતું.શહેરના ઉદ્યોગપતિઓ સામે ગૃહરાજ્યમંત્રીએ અતિ ઉત્સાહમાં જીપ લપસી ગઈ હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જગ્યાએ હર્ષ સંઘવીએ જાહેરમાં પિયુષ પટેલ બોલ્યા હતા પણ તેઓ પોતાની ભૂલ સ્વીકારી પણ નાં હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT