આફ્રિકામાં બેઠા બેઠા વેપારીઓને લગાવ્યો કરોડોનો ચૂનો, હવે ગણશે જેલના સળિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રહેતા દંપતી જતીન  અઢિયા અને ફોરમ જતીન અઢિયાએ 3થી 4 વેપારી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ રાજકોટ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ હતી. પોલીસે આ દંપતીમાંથી પોલીસે એકની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ  કાર્યવાહી હાથ ધરી છે. આ દંપતીએ અત્યાર સુધીમાં 11.59 કરોડની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ક્રાઈમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, આ અઢિયા દંપતી પૂર્વ આફ્રિકામાં આવેલા માડાગાસ્કર દેશમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરે છે. તેમ જ વિશ્વના અલગ અલગ દેશોમાંથી ખાંડ, ચોખા, ઘઉં, મેંદો, સહિતની વસ્તુઓની આયાત-નિકાસ કરે છે. દંપતી આ પ્રકારનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધા કરતા વેપારીઓ પાસેથી માલનો ઓર્ડર લઈને તેમની પાસેથી આ ઓર્ડરના એડવાન્સ પૈસા લઈ લેતા હતા. ત્યારબાદ તેને પૈસાની સામે માલસામાન આપતા નહતા. આવી જ રીતે અન્ય વેપારીઓ પાસેથી માલ લઈને હજી આ પ્રકારનો વધુ પ્રમાણમાં માલ આપો તો તમને નફો થશે તેવી લાલચ આપીને તેમની પાસેથી વ્યાપક પ્રમાણમાં અલગ અલગ વસ્તુઓનો જથ્થો લઈ લેતા હતા. તેમને પણ આ દંપતી પૈસા આપતા નહોતા. આ મોડસ ઓપરેંડી અપનાવી અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા.

બાતમીના આધારે કરી ધરપકડ
વેપારીઓને 11.59 કરોડનો ચૂનો લગાવનાર દંપતી મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે કોમોડિટીના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ વેપારી સાથે છેતરપિંડી આચરનાર આરોપી જતીન અઢિયા રાજકોટ આવ્યો હોવાની બાતમી મળી હતી. ત્યારે તેના આધારે પોલીસની ટીમે તેની ધરપકડ કરી હતી. હાલ તેની પત્ની ફોરમ ફરાર હોવાથી તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

આ રીતે થઈ શરૂઆત
ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પેઢી ધરાવતા રિકી મુકેશ પાબારી નામના વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં જતિન હરેશ અઢિયા અને તેની પત્ની ફોરમ અઢિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, 2016થી તેના સંબંધી કૌશલ બદિયાની જે આફ્રિકામાં રહેતો હોવાથી તેમને રાજકોટથી ખાંડ અને ચોખાનો જથ્થો મોકલતા હતા અને દોઢ મહિનામાં પેમેન્ટ પણ ક્લિયર થઈ જતું હતું. આ દરમિયાન જતિને રિકીને આફ્રિકાથી ફોન કર્યો અને જુનાગઢનો હોવાનું કહીને ચોખા-ખાંડ એક્સપોર્ટ કરવા કહ્યું હતું.પહેલીવારમાં જ રિકીને વિશ્વાસ ન થતાં તેણે ના પાડી. ત્યારે જતિને રિકીને કૌશલ બદિયાનીને પૂછવાનું કહેતા કૌશલે જતિનને નાનપણથી ઓળખતો હોવાની વાત કહેતા રિકીને વિશ્વાસ થયો અને જુલાઈ 2018માં 1.87 કરોડની કિંમતના 520 ટન ચોખા એક્સપોર્ટ કર્યા હતા.

મારી નાખવાની આપી ધમકી
આ જ રીતે ખાંડની ડિમાન્ડ કરતા રિકીએ ઓગસ્ટ 2018માં 1.85 કરોડની કિંમતી 530 ટન ખાંડ પણ મોકલી આપી હતી. પરંતુ પૈસાની ઉઘરાણી કરતા પૈસા ચૂકવવાની વાત કરી હતી. આ દરમિયાન ફરીથી ચોખા અને ખાંડનો સ્ટોક એક્સપોર્ટ કરાવ્યો પરંતુ રૂપિયા ન ચૂકવતા ફોન કર્યો તો દંપતીએ તેને અપશબ્દો કહ્યા. રકમ મોટી હોવાથી રિકી પોતે આફ્રિકા ગયો અને રૂપિયા માંગતા જતિન અને ફોરમે તેને પતાવી દેવાની ધમકી આપી હતી. આમ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

વીવીઆઈપી સુરક્ષા પરત લેવાનો ગાંધીનગરથી છૂટયો આદેશ, હવે આ નેતાઓ બનશે કોમનમેન, જુઓ લિસ્ટ

ADVERTISEMENT

જાણો પોલીસે શું કરી અપીલ
રાજકોટમાં કુલ 3 લોકો એવા છે જેમને આ દંપતીએ છેતર્યા છે. જેમની સાથે 11.59 કરોડની છેતરપિંડી થઈ છે ત્યારે આ મામલે વધુ તપાસ ચાલુ છે. આરોપી તરીક જતિન અઢિયા અને ફોરમ અઢિયા વિરુદ્ધ પોલીસે કલમ 406, 420 465, 468, 471 અને 120B, 114, 504 અને 506 (1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અપીલ કરી છે રાજકોટ સિવાય અન્ય શહેરોમાં પણ જે કઈ લોકો સાથે જતિન અને ફોરમ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોય તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT