Weather Update: કાળઝાળ ગરમી કહેર મચાવશે! જાણો હવામાન વિભાગ અને Ambalal Patel ની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં હવે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે. મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોચી શકે છે. આ વખતે હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. વધુમાં આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે.
ADVERTISEMENT

અમદાવાદમાં ગરમીનો પારો 36 ડિગ્રી સુધી પહોંચ્યો
પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઉત્તર હોવાથી ગરમીમાં વધારો થવાની ચોક્કસ પણે સંભાવના દર્શાવવા આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આજે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 36.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોધાયું છે.
અંબાલાલ પટેલની આગાહી
તો બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ધીમે-ધીમે ગરમીનો પારો વધતો જશે અને 20 માર્ચ સુધીમાં આકરી ગરમીની શરૂઆત થઈ જશે. કેટલાક ભાગોમાં તો મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઇ જવાની શક્યતા રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT