Weather News: ગુજરાતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી ક્યારે પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Weather Update: ડિસેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે છતાં હજુ ઠંડીએ પોતાનું જોર બતાવ્યું નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી ટોપ ગિયરમાં આવી નથી. ત્યારે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે જ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આગામી 5 દિવસ હવામાન શુષ્ક રહેશે.

અમદાવાદમાં નહીં વધે ઠંડીનું જોર: હવામાન વિભાગ

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 21 ડિસેમ્બર સુધી અમદાવાદમાં ઠંડીનું જોર વધવાનું નથી. ઠંડીની તીવ્રતા 17થી 18 ડિગ્રીની વચ્ચે નોંધાશે. જ્યારે ગરમીનું પ્રમાણ 29થી 30 ડિગ્રીની વચ્ચે રહેવાનું છે.

‘કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી’

તો ગુજરાતમાં ઠંડીની આગાહી કરતા સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઇ રહ્યા છે. રાજ્યમાં આજે બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, હવામાનમાં કોઇ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

ADVERTISEMENT

કેટલીક જગ્યાએ જોવા મળી શકે છે વાદળો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યાનું હવામાન સૂકું રહે તેવી સંભાવના છે. આગામી દિવસમાં પણ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં નોંધાય. તો વરસાદ થવાની કોઈ શક્યતા પણ નજરે પડતી નથી. જોકે, કેટલીક જગ્યાએ વાદળો જોવા મળી શકે છે.

જાન્યુઆરીમાં આવશે હવામાનમાં પલટો

બીજી તરફ હવામાન નિષ્ણાંતો કહે છે કે જાન્યુઆરી મહનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણની આસપાસ હવામાનનો પલટો આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT