હોસ્પિટલથી ઘરે પહોંચતા જ Mehul Boghraએ ફરી ભ્રષ્ટાચાર સામે લડવાનો હુંકાર ભર્યો, જુઓ શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: પોલીસના કથિત હપ્તાખોરીની પોલ ખોલવા પર એડવોકેટ મેહુલ બોઘરા પર TRBના હેડ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા મેહુલ બોઘરાને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે મેહુલ બોઘરા ઈજામાંથી રિકવર થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જે બાદ તેમના ઘરે પરિવારજનો તથા ફ્લેટના રહીશોએ ઢોલ-નગારા અને પુષ્પોથી તેમનું સ્વાગત કર્યું હતું. ઘરે પહોંચતા જ મેહુલ બોઘરાએ ફરી ભ્રષ્ટાચાર સામે લડત ચાલુ રાખવાનો હુંકાર ભર્યો છે.

મેહુલ બોઘરાનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું
ઘરે પહોંચતા જ મેહુલ બોઘરાએ કહ્યું, સૌ મિત્રો, વડીલો, પરિવારજનો, જે આ મારા ઉષ્માભર્યા સ્વાગતમાં સહભાગી થયા છો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એક લડાઈ લડી હતી ભ્રષ્ટાચાર સામે આ બેઈમાન અધિકારીઓ સામે, જેના ફળ તો ન કહેવાય, તેના બદલામાં હુમલાનો શિકાર થયો, હોસ્પિટલમાં હતો. તેમ છતાં હજારો લોકો મારી સાથે હતા. મારો અવાજ બનીને પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં, સોશિયલ મીડિયામાં જે આવીને આક્રોશ ઠાલવીને મેહુલ બોઘરાને સપોર્ટ કર્યો તે બદલ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું.

ફરી ભ્રષ્ટાચારીઓ સામે લડવાનો હુંકાર ભર્યો
તેમણે આગળ કહ્યું કે, આવા નાના-મોટા હુમલા થતા રહેશે, તેનાથી મેહુલ બોઘરાને કોઈ ફરક નથી પડતો, ભવિષ્યમાં આનાથી મોટા અવાજે, 10 ગણા અવાજે આ ભ્રષ્ટાચારીઓ અને બેઈમાનોને છોડવાના નથી, તેની ખાતરી આપું છું.

TRBના હેડ લાકડીથી માથું ફોડી નાખ્યું હતું
નોંધનીય છે કે, સુરતના સરથાણામાં રહેતા અને જાગૃત નાગરીક અને એડવોકેટ મેહુલ બોધરાને ફેસબુક લાઇવ કરવા મામલે અને પોલીસની પોલ ખોલવા મામલે જીવલેણ હુમલાનો શિકાર થવું પડ્યું હતું. પોલીસની હપ્તાવસૂલી અને ગુંડાગર્દીને ઉજાગર કરતા આ એડવોકેટને લસકાણા પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે જ ટીઆરબી જવાન સાજન ભરવાડે લાકડાના ફટકા વડે બેરહેમીથી જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ પોલીસ સામે સુરત સહિત રાજ્યભરમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT