Mehsana News: ગાયે યુવકને જમીન પર પાડીને શિંગડા ભરાવ્યા, પગથી ખૂંદી નાખ્યો, 3 વખત ભાગ્યો તોય ના છોડ્યો
Mehsana News: ગુજરાત ભરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર પ્રશ્ન બની છે. રસ્તે જતા લોકો પર ઢોરના હુમલાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે.…
ADVERTISEMENT
Mehsana News: ગુજરાત ભરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર પ્રશ્ન બની છે. રસ્તે જતા લોકો પર ઢોરના હુમલાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ બાદ હવે મહેસાણામાં યુવક પર ગાયે હુમલો કર્યાનો બનાવ બન્યો છે. જેમાં યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે અને તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. ગાયના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
વિગતો મુજબ, મહેસાણાની સાહિલ ટાઉનશીપ સોસાયટીમાં રખડતા ઢોરોએ ત્રણ યુવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં યુવકને ગાયે શિંગડે ભરાવીને પગથી ખુંદ્યો હતો. યુવકે ભાગવા માટે 3 વખત પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે ગાય તેને મારવા પાછળ દોડતી અને નીચે પાડી દેતી. આખરે ઈજાગ્રસ્ત યુવક રીક્ષામાં બેસીને ભાગી ગયો હતો, જોકે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરિણામે સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. ગાયના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, યુવક જીવ બચાવવા રોડ પર દોડી રહ્યો છે અને ગાય તેની પાછળ દોડી રહી છે.
મહેસાણામાં રખડતા ઢોરનો યુવક પર હુમલો, લોકોની સામે જ ગાયે શિંગડા ભરાવ્યા અને પગથી ખૂંદી નાખ્યો#Mehsana #CowAttack #GujaratiNews pic.twitter.com/lD3B6Z1mE7
— Gujarat Tak (@GujaratTak) September 4, 2023
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: કામિની આચાર્ય)
ADVERTISEMENT
ADVERTISEMENT