મહેસાણામાં બંધ આઈસર પાછળ ST બસ ઘુસી ગઈ, 1 મહિલાનું મોત, કંડક્ટર સહિત 2 લોકો ઈજાગ્રસ્ત
મહેસાણા: મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા એસ.ટી બસ રોડના કિનારે બંધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર…
ADVERTISEMENT
મહેસાણા: મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા એસ.ટી બસ રોડના કિનારે બંધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આઈસરનો પાછળનો ભાગ બસમાં ઘુસી ગયો હતો. જેમાં કંડક્ટર સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તો એક મહિલાનું પણ મોત નિપજ્યું છે.
ભૂજ-ખેડબ્રહ્મા રૂટની બસનો અકસ્માત
વિગતો મુજબ, વસાઈ નજીક ભૂજથી ખેડબ્રહ્મા રૂટની બસ અચાનક આઈસરની પાછળ અથડાઈ હતી. જેમાં એક મહિલા મુસાફરનું કરુણ મોત નિપજ્યું હતું. તો બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે ટક્કર બાદ મુસાફરોને બહાર કાઢવા માટે બસના દરવાજાને કાપવો પડ્યો હતો. આ બાદ બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ આઈસરનો કેટલોક ભાગ બસની અંદર ઘુસી ગયો હતો.
અકસ્માત બાદ આસપાસમાંથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને મુસાફરોને બહાર કાઢવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. અકસ્માત થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT