મહેસાણાઃ કિશોર પાસે ૨૦ હજારની ખંડણી મંગાઈ, રકમ ઓછી પડતા બે કિશોરોએ લોખંડની પાઈપ વડે કર્યો હુમલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામીની આચાર્ય.મહેસાણાઃ મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં બે દિવસ પહેલા હાફ મર્ડરના ગુનામાં આવેલા ૧૭ વર્ષના કિશોર પાસે અહિ રખાયેલા બે માથાભારે કિશોરોએ ઈન્સ્ટ્રાગ્રામ ઉપર વીડિયો કોલિંગથી તેના સગા-સબંધીઓ સાથે વાતચીત કરાવીને રૂ.૨૦ હજારની ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખંડણીની રકમ ઓછી પડતા આ બંન્ને કિશોરોએ ભેગા મળીને કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૭ વર્ષના કિશોર ઉપર લોખંડની પાઈપ વડે હુમલો કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

હુમલાનો ભોગ બન્યા બાદ ગંભીર ઈજાઓથી કણસી રહેલા કિશોરને ગુરૂવારે મળવા પહોંચેલી તેની માતાએ વાતચીત કરતા જ તે રડી પડ્યો હતો અને પોતાની સાથે ઘટેલી ઘટનાની જાણ થતા જ મામલો ગરમાયો હતો. કિશોરની માતાએ કરેલી ફરિયાદો વચ્ચે ગુરૂવારે બપોરે મોટી સંખ્યામાં ઓબ્ઝર્વેશન હોમમાં ઉતરી પડેલા પોલીસ કાફલાએ અત્રેના તમામ રૂમોમાં તપાસ કરી હતી. કહેવાય છે કે જડતી દરમિયાન મોબાઈલ, લોખંડની પટ્ટીઓ, પંચ, કડાની સાથોસાથ ગાંજો પણ મળી આવ્યો હતો પરંતુ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રિટેન્ડેન્ટ અને પોલીસે આ બાબતે સમર્થન આપવાનું ટાળ્યું હતું. આ સંબંધે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જમ્મુ કશ્મીરના રહીશોને ગાંધીનગરનું ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવી આપતા હતા આ શખ્સો

આમને સામને
(૧) પૈસા ઓછા પડતા મારા દિકરાને ઢોર માર મરાયો
ભોગ બનનાર ૧૭ વર્ષના કિશોરના પિતાએ જણાવ્યું હતું કે, મારા પુત્ર પાસે તેના જ રૂમમાં રખાયેલા બે કિશોરોએ નાણાની માંગણી કરી હતી અને મોબાઈલ ઉપર ઈન્સ્ટ્રાગ્રામ ઉપર વીડિયો કોલિંગ કરીને ૨૦ હજારની ખંડણી માંગી હતી. જેમાંથી ત્રણ હજાર ગુગલ-પે કરાયા હતા પરંતુ રકમ ઓછી લાગતા આ બંન્ને જણાએ મારા પુત્રને લોખંડની પાઈપ વડે અસહ્યા માર માર્યો છે.

ADVERTISEMENT

(૨) કિશોરને સારવાર માટે ખસેડ્યો છે, ખંડણી બાબતે અજાણ
મહેસાણા ઓબ્ઝર્વેશન હોમના સુપ્રિટેન્ડેટ સનીભાઈ પરમારે જણાવ્યું હતું કે, બુધવારે કિશોરને માર્યો હતો પરંતુ તે કહેવા ન આવ્યો પરંતુ ગુરૂવારે તેના પરિવારે ફરિયાદ કરતા સિવિલમાં મેડિકલ માટે મોકલી આપ્યો છે. આ બાબતે બી ડિવિઝનને પણ જાણ કરી હતી. બે કિશોરોએ હુમલો કર્યો છે અને અંદર રૂમમાં પોલીસે જડતી લીધી છે પરંતુ કાંઈ મળી આવ્યું નથી.

UCC Issue અંગે કોંગ્રેસ વલણ સ્પષ્ટ કરે, ચુપકીદી છળ કપટ જેવી છે: પિનરાઇ વિજયન

મારા પુત્રને જીવનું જોખમ છે, ગમે તે સમયે તેની હત્યા થઈ શકેઃ માતા
મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં રખાયેલા ૧૭ વર્ષના કિશોર સાથે ઘટેલી હુમલાની ઘટના તેમજ ખંડણી માંગવાનો કિસ્સો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે મહેસાણા પહોંચેલ કિશોરની માતાએ રડતી હાલતમાં જણાવ્યું હતું કે, સોમવારના રોજ મારા પુત્રને ઓબ્ઝર્વેશન હોમમાં લવાયો હતો અને તેનું મેડિકલ કરાયું હતું. બુધવારના રોજ ૯૩૦૧૫૪**** નંબર ઉપરથી મારા પુત્ર પાસે ઈન્સ્ટા આઈડી લોગઈન કરીને સગા સંબંધીઓને ફોન કરાવી બે શખ્સોએ ૨૦ હજારની ખંડણી માંગી હતી. ખૂબ જ ટોર્ચર થયેલા પુત્રની હાલત જોઈને ૩ હજાર જેટલી રકમ એક વ્યક્તિના ગુગલ-પેમાં મોકલ્યા હતા પરંતુ આ રકમ ઓછી પડતા બે શખ્સોએ ભેગા થઈને તેને લોખંડની પાઈપથી ખૂબ જ માર માર્યો હતો. અમે જ્યારે મહેસાણા આવ્યા ત્યારે રાત્રે ૧૦૦ નંબર તેમજ બી ડિવિઝન પોલીસમાં જાણ કરવા છતા કોઈ મદદે આવ્યું નહીં અને સવારે પુત્રને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT