મહેસાણામાં સરકારી કચેરીને જ સીલ કરવામાં આવી, ખેડૂતની જમીન સંપાદન મામલે કોર્ટનો આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mehsana News: મહેસાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણામાં જિલ્લા પંચાયત ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરીને વિજાપુર સિવિલ કોર્ટના આદેશ આધારે સીલ કરવામાં આવી છે. વિજાપુરના ખેડૂતોની જમીન સંપાદનના મામલાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

કોર્ટનો આદેશ પણ અધિકારીઓએ ન માન્યો

કોર્ટના આદેશ બાદ પણ વળતર ચુકવામાં ન આવતા બાંધકામ શાખાની કચેરી સીલ કરવામાં આવી છે. વર્ષ 2008માં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં જંત્રાલથી રાધુપુરા જતો એપ્રોચ રોડ માટે વિજાપુર પંથકના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જે 9 પૈકી 3 ખેડૂતોને વળતર ન મળતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

વર્ષ 2019માં ચુકાદો આવ્યા બાદ ખેડૂતો પૈસા ન ચૂકવાયા

આ મામલે વર્ષ 2011માં કેસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. જેમાં 2019થી અત્યાર સુધી એક પણ રૂપિયો વળતર ન ચુકવાતા કોર્ટમાં સ્પેશ્યલ દરખાસ્ત કરવામાં આવી હતી. ખેડૂતોની દરખાસ્તને પગલે નામદાર કોર્ટે કચેરી સીલ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. કચેરીને સીલ કરાતા 15 દિવસમાં વળતર ચૂકવી આપવાની બાંહેધરી આપી આવી છે.

ADVERTISEMENT

(ઈનપુટ : કામિની આચાર્ય, મહેસાણા)

    follow whatsapp

    ADVERTISEMENT