ડ્રગ્સ બાબતે આત્મનિર્ભર VADODARA, 1000 કરોડથી વધારેનું ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : જિલ્લાના સાવલીના મોક્ષી ગામમાં MD ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાઇ છે. નેકર કેમ્પ ફેક્ટરીમાં ગુજરાત ATS ધ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ફેક્ટરીમાંથી 1 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 200 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હોવાના પ્રાથમિક અહેવાલો છે. પોલીસ પણ આટલી મોટી રકમ જોઇને ચોંકી ઉઠી હતી. હાલ તો એટીએસ દ્વારા ફોરેન્સીકની ટીમને બોલાવીને તપાસ ચલાવાઇ રહી છે.

આગળ કેમિકલ અને પાછળ ડ્રગ્સની દુકાન ધમધમતી હતી
સાવલીના મોક્ષી ગામમાં રહેતી નેક્ટર ફેક્ટરીમાં એટીએસ અને એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. 200 કિલો આસપાસ એમડી ડ્રગ્સ હોવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. જો આટલું હોય તો તેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 1 હજાર કરોડ રૂપિયા છે. આ અંગે એટીએસ દ્વારા ટુંક જ સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ડ્રગ્સનો 250 કિલો જથ્થો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી
મોક્ષી ગામમાં રહેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારનું કેમિકલનું ઉત્પાદન થતું હતું. જો કે કંપનીની પાછળના ભાગે એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. હાલ તો એસઓજી અને એટીએસની ટીમના ધાડેધાડા ઉમટી આવ્યા હતા. કુલ 25 થી વધારે ટીમ દરોડામાં જોડાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરોડા બાદ ડ્રગ્સના જથ્થાને જોતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT