RAJKOT માં હવે માસ્ક ફરજીયાત, ખાનગી શાળાઓએ લીધો મહત્વનો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા ઓથાર વચ્ચે એક પછી એક નિર્ણયો અમલમાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે પણ લોકોને કોરોના અંગે સતર્કતા રાખવા માટે અપીલ કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ પોતાની રીતે પણ અલગ અળગ નિર્ણયો લઇ રહ્યા છે.

રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળે લીધો નિર્ણય
આજે રાજકોટની ખાનગી શાળાઓના સંચાલક મંડળે મહત્વનો નિર્ણય લીધો હતો. તેમણે શાળામાં આવતા દરેક બાળક માટે માસ્ક ફરજિયાત કરી દીધો છે. રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ તાવ શરદી જેવા લક્ષણ હોય તો તેઓને શાળામાં પ્રવેશ આપવામાં નહી આવે. તે વિદ્યાર્થીઓએ પોતાના ઘરે જ આઇસોલેટ રહેવું પડશે.

અમદાવાદમાં ત્રણ નવા કેસ નોંધાઇ ચુક્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ, અમદાવાદ અને ભાવનગરમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર સતર્ક છે. એરપોર્ટ પર પણ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. વિદેશથી આવનારા દરેક નાગરિકોની તપાસ કરાઇ રહી છે. કોરોના નેગેટિવ આવે છતા પણ તેમને આઇસોલેટ રહેવાની સલાહ આપવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT