‘AAP પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાનો કોર્ટ કેસ બગાડી રહ્યા છે’, સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ
Mansukh Vasava News: ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોઈને કોઈ કારણથી સતત ચર્ચામાં રહેતા હોય છે. નર્મદા જિલ્લામાં સરકારી અધિકારીઓ પર આરોપ તો ક્યારેક જિલ્લામાં થતા…
ADVERTISEMENT
Mansukh Vasava News: ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોઈને કોઈ કારણથી સતત ચર્ચામાં રહેતા હોય છે. નર્મદા જિલ્લામાં સરકારી અધિકારીઓ પર આરોપ તો ક્યારેક જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈને બોલતા હોય છે. હવે તેમણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટું નિવેદન આપીને AAP પર આરોપ લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવાને AAP પાર્ટીના નેતાઓ આગળ કરીને કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યાં છે.
AAP પર BJP સાંસદને ગંભીર આરોપ
સાંસદ આટલેથી ન અટક્યા અને વધુમાં ઉમેર્યું કે, 7 તારીખે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૈતર વસાવાના સમર્થન માં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. AAP પાર્ટી ચૈતર વસાવાને સમર્થન આપવા નહીં પણ પોતાની પાર્ટીને ગુજરાતમાં ઉંચી કરવાના પ્રયત્નો કરી રહી છે.
તેમણે કહ્યું, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી કે વકીલ ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. આ લોકો ભાજપને અને ભાજપ સરકારને બદનામ કરવાના ઉદ્દેશથી આવી રહ્યા છે અને AAP પાર્ટીને મજબૂત કરવા આવી રહ્યા છે. ચૈતર વસાવાનો આખો કેસ કોર્ટ કેસ છે. AAP પાર્ટીને રાતો રાત સપનું આવ્યું કે ભરૂચ લોકસભા જીતી જઈશું પણ એ લોકો ભૂલે છે ભરૂચની લોકસભા બેઠક ભાજપ જ જીતવાનું છે. AAP પાર્ટીના નેતાઓ લોકોને હવા ભરવા અને લોકોને ખોટી વાતોમાં ભરમાવા માટે આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT