અમદાવાદમાં પૈસા ન મળતા વ્યાજખોરે વેપારીને દુકાનની રેલિંગ પરથી ધક્કો માર્યો, નીચે પડતા મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોને હવે પોલીસનો પણ ડર ન હોય તે રીતે તેમનો ત્રાસ વધી રહ્યો છે. નિકોલમાં (Nikol) વ્યાજખોરોએ વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કિસ્સામાં વેપારીનો (Trader) ભોગ લેવાયો. વ્યાજખોરોએ વેપારીને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દેતા સારવાર દરમિયાન તેનું મોત (murder) નીપજ્યું છે. જે અંગે સીસીટીવી આધારે નિકોલ પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

વેપારીએ 10 ટકાના વ્યાજે 1 લાખ લીધા હતા
શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિત શાહે ધંધા માટે 4 વર્ષ પહેલા કાંચા ઉર્ફે મીર રાણા પાસેથી 1 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ મીર રાણા અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. વેપારીએ કાંચાનું વ્યાજ ચૂકવવા કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલી રિકરિંગથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને તે વીસ હજાર વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતા. હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઇલી રિકરીંગથી લીધેલા રૂપિયા ચૂકવવાનાં હતા, પરંતુ અમિતભાઇને ધંધામાં મંદીને કારણે તેઓ પૈસા નહીં ચૂકવ્યા નહોતા. એવામાં અમિત નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર રેલીંગ પર બેઠો હતો ત્યારે કાંચા ઉર્ફે મીર રાણાએ તેને રેલીંગ પરથી નીચે જાનથી મારી નાખવાની ધમકી આપી રેલીંગથી 12 ફૂટ નીચે ફેંકી દીધો. જેમાં સારવાર દરમિયાન અમિતનું મોત નીપજ્યું. જોકે આ અંગે વેપારીની પત્નીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં 3 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી વ્યાજખોરોની તસવીર

ADVERTISEMENT

વ્યાજખોરનું વ્યાજ ચૂકવવા પણ પૈસા લેવા પડ્યા
પોલીસને મળેલી ફરિયાદ મુજબ મૃતક અમિતભાઈને કાંચા ઉર્ફે મીર રાણાએ રૂપિયા વ્યાજે આપ્યા હતા જેનું વ્યાજ ચૂકવણી કરવા સ્પા સંચાલક અમિતભાઈએ તેની દુકાનનાં માલીક કનુભાઈ અને રાજભા પાસેથી રૂપિયા લીધા હતા. જોકે અમિતભાઈએ કનુભાઈ અને રાજભા પાસેથી લીધેલા રૂપિયા પરત નહિ આપી શકતા બંનેએ કાંચાને અમિતભાઇની દુકાને ઉઘરાણી માટે મોકલ્યો હતો. સમગ્ર મામલે પોલીસે રાજેશ ઉર્ફે રાજભા પ્રજાપતિ, કનુભાઈ ઉર્ફે કનુભાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર છે.

ફરાર આરોપીનો શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
નિકોલ પોલીસે હાલ મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણાને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે કાંચા ઉર્ફે મીર રાણા વિરુદ્ધ અમદાવાદના અમરાઈવાડી, ખોખરામાં હત્યાનાં પ્રયાસનો ગુનો, ખોખરામાં રાયોટિંગ તેમજ પાલડીમાં પણ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. જોવાનું એ રહ્યું કે પોલીસ હવે શું નક્કર કાર્યવાહી કરે છે જેનાથી આવા વ્યાજખોરોને કાયદાનો ડર રહે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT