મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી યુવક બે દિવસથી ગુમ, દુકાનમાંથી ચિઠ્ઠી મળતા પરિવારમાં દોડધામ
મહેસાણા: ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસની ડ્રાઈવ ચલાવ્યા છતા પણ હજુ વ્યાજખોરો બેખોફ થઈને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોના ત્રાસથી દરજી કામ કરતો…
ADVERTISEMENT
મહેસાણા: ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસની ડ્રાઈવ ચલાવ્યા છતા પણ હજુ વ્યાજખોરો બેખોફ થઈને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોના ત્રાસથી દરજી કામ કરતો યુવત ઘર છોડીને જતો રહ્યો છે. પરિવારને યુવકની લખેલી સુસાઈડ નોટ પણ મળી છે. જે બાદ પરિવારજનો અને પોલીસ બંને દોડતા થયા છે.
વિગતો મુજબ, વડનગરમાં રહેતા હેમંત પ્રજાપતિ નામનો યુવક દરજી કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા યુવક કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે રાત્રે ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન દુકાન બંધ મળી આવી. 2 દિવસ સુધી યુવકને શોધતા તે ન મળ્યો, આથી પરિવારજનોએ દુકાનને ખોલી હતી.
ત્યારે દુકાનમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘I AM Quit’, હું હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરવા જઈ રહ્યો છું. હાલમાં કોઈનું નામ નથી લખતો બે દિવસની અંદર બધાના નામ સાથે કાગળો કવરમાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સાથે જ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મહેરબાની કરીને મારા પરિવારને કોઈએ હેરાન કરવો નહીં. બધાના નામ નંબર સાથે પોલીસ સ્ટેશનમાં કવર પહોંચી જશે. મારી બોડી મળે પછી વીમાના પૈસા પાસ થાય એટલે બધાને આપવા. મમ્મી-પપ્પા મને માફ કરજો. ભાઈ-ભાભી મને માફ કરજો, પ્રિયંકા, દિવા માફ કરજો.
ADVERTISEMENT
યુવકની આવી ચિઠ્ઠી મળી આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દ્વારા પણ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.
ADVERTISEMENT