રેરેસ્ટ ઓફ ધ રેર કેસ: રાજકોટના યુવકને સમાગમ દરમિયાન થયું પીનાઈલ ફ્રેક્ચર, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો
રાજકોટ: શહેરમાં રેરેસ્ટ ઓફ ધ રેર ફ્રેક્ચરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે સંબંધ બાંધતી વખતે પતિને વધારે પડતા જાતીય આવેગના કારણે…
ADVERTISEMENT
રાજકોટ: શહેરમાં રેરેસ્ટ ઓફ ધ રેર ફ્રેક્ચરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે સંબંધ બાંધતી વખતે પતિને વધારે પડતા જાતીય આવેગના કારણે ઈન્દ્રિયના ભાગે ફ્રેક્ચર થઈ ગયું. ઈન્દ્રિયના ભાગે પીડા થતા પતિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવાની જરૂર પડી હતી.
સંબંધ બાંધતા દરમિયાન થયું ઈન્દ્રિય પર ફ્રેક્ચર
મીડિયા અહેવાલ મુજબ, રાજકોટમાં 35 વર્ષનો યુવક પત્ની સાથે સંબંધ બાંધી રહ્યો હતો. એવામાં વધારે પડતા જાતીય આવેગના કારણે યુવકના શિશ્નમાંથી કડાકા સાથે અવાજ આવ્યો અને તે વળી ગયું હતું. ઈન્દ્રિય પર સોજો આવી ગયો અને યુવકને અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો એવામાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. જ્યાં ડોક્ટરે તપાસ કરતા પીનાઈલ ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
1.75 લાખ કેસમાંથી 1 કેસ આ પ્રકારનો જોવા મળે છે
આ બાદ યુવકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ખાસ વાત છે કે આ પ્રકારના પીનાઈલ ફ્રેક્ચરના 1 લાખ 75 હજાર કેસોમાંમાંથી એક જ કેસ જોવા મળતા હોય છે. રાજકોટના જાણીતા યુરોલોજિસ્ટ ડો. પ્રતિક અમલાણીના કહેવા મુજબ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં આ પ્રકારનો આ બીજો જ કેસ છે. ત્યારે શહેરમાં આ પ્રકારના રેરેસ્ટ ઓફ ધ રેર પીનાઈલ ફ્રેક્ચરનો કેસ સામે આવતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT