છોટા ઉદેપુરમાં યુવકનો પહેરેલા શર્ટથી જ ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: છોટા ઉદેપુરમાં પાવીજેતપુરમાં કંપાવી નાખતો બનાવ બન્યો છે. અહીં અણીયાદ્વી ગામમાં ખાખરના ઝાડ પર યુવાનની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: છોટા ઉદેપુરમાં પાવીજેતપુરમાં કંપાવી નાખતો બનાવ બન્યો છે. અહીં અણીયાદ્વી ગામમાં ખાખરના ઝાડ પર યુવાનની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવકના પોતાના જ શર્ટથી સવારે ઝાડ પર લાશ લટકતી મળતા લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી થઈ હતી અને સમગ્ર મામલે યુવકે આપઘાત કર્યો છે કે હત્યા કરવામાં આવી છે તે મામલે તપાસ શરૂ કરી છે.
પહેરેલા શર્ટથી જ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો
વિગતો મુજબ, પાવીજેતપુરના અણીયાદ્વી ગામે ખાખરનાં ઝાડ પર એક યુવાનની લટકતી લાશ મળી હતી. યુવકે પહેરેલા તેના શર્ટથી વહેલી સવારે લટકતી લાશ જોવા મળતા જ ગામ લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટના અંગે ગામ લોકો દ્વારા પાવી જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચી પોલીસ ઝાડ પર લટકતાં યુવાનની લાશને નીચે ઉતારી ઓળખ કરાઈ હતી.
ગામનો જ યુવક હોવાનો ખુલાસો
પોલીસ તપાસમાં યુવક ગામનો જ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે યુવાનની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે તે પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT