કેવું દર્દનાક મોત! અમદાવાદમાં ખિસ્સામાં મૂકેલા ફોનમાં બ્લાસ્ટ થતા યુવક બીજા માળેથી નીચે પટકાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલા યુવકના ખિસ્સામાં રહેલા ફોનમાં બ્લાસ્ટ થતા તે બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા યુવકનું મોત
ઘટના વિગતો મુજબ, શહેરના ગોદરેજ ગાર્ડન સિટી પાસેની કન્સ્ટ્રક્શન સાઈટ ધરતીસ્કાયમાં મુકેશ બારિયા નામનો યુવક કામ કરી રહ્યો હતો. દરમિયાન 20મી ફેબ્રુઆરીના રોજ મુકેશ સાઈટના સી બ્લોકના બીજા માળ પર કામ કરી રહ્યા હતા. ત્યારે જ તેના પેન્ટના ખિસ્સામાં રહેલા ફોનની બેટરી ફાટી ગઈ હતી. જેના કારણે બેલેન્સ ગુમાવતા મુકેશ ઉપરથી નીચે પટકાયો હતો.

આ પણ વાંચો- Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આતંકી હુમલાની ધમકી, ક્રાઈમ બ્રાન્ચે MPથી બે આરોપીઓ ઝડપ્યા

ADVERTISEMENT

20મી તારીખથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો
મુકેશના નીચે પડવાનો અવાજ સાંભળતા જ ત્યાં કામ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મુકેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં 20મી ફેબ્રુઆરીથી તેની સારવાર ચાલી રહી હતી. જોકે 20 દિવસ બાદ તેનું મોત નિપજ્યું હતું. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT