કચ્છ: વગર આમંત્રણે યુવકો લગ્નમાં પહોંચી જતા ખેલાયો ખૂની ખેલ, છરીઓ ઉછળતા 21 વર્ષના યુવકનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા/ભુજ: ભુજમાં લગ્ન પ્રસંદમાં મારામારીનો બનાવ બનવા દરમિયાન એક યુવકની હત્યા કરી નખાઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભુજના ભુજના ભીડગેટ વિસ્તારમાં સમી સાંજે મારામારીનો બનાવ બન્યો હતો. લગ્ન પ્રસંગમાં છરી ઉછળતા એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું. આ યુવકના મોતથી બી ડિવિઝન પોલીસ દોડતી થઈ ગઈ હતી.

આમંત્રણ ન હોવા છતા યુવકો આવતા છરીઓ ઉછળી
વિગતો મુજબ, ભુજના સીતારા ચોક ભીડગેટ બહાર નાગોરી વાડીમાં નિકાહનો પ્રસંગ હતો. દરમિયાન હુસેન મેમણ અને અબ્દુલ મેમણ નામના શખ્સો આમંત્રણ વગર લગ્નમાં આવ્યા હોવાથી મનદુઃખમાં તકરાર થઈ હતી. જે મુદ્દે મૃતક સોહેબ નામના યુવકની સાથે આવેલા આ બે આરોપીની બોલાચાલી થઈ હતી. બે પક્ષો વચ્ચે થયેલા ઘર્ષણમાં છરીના ઘા વાગવાથી સોહેબને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં યુવકનું મોત
હોસ્પિટલમાં સારવાદ દરમિયાન યુવકનું મોત થયું હતું. તો સામા પક્ષે હુસેનને પણ છરીના ઘા વાગતા ઈજા પહોંચી હતી. ત્યારે ભારે ચકચાર જગાવનારા આ પ્રકરણમાં પોલીસે બંને પક્ષકારોના નિવેદન લઈ ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT