Bhavnagar News: ભાવનગરમાં એક વ્યક્તિ પર કરાયો ઘાતકી હુમલો, પાઇપ વડે માર માર્યો

ADVERTISEMENT

Latest Bhavnagar News
Latest Bhavnagar News
social share
google news
  • હનુમાન ચાલીસા વગાડતા વ્યક્તિ પર વિધર્મી શખ્સે કર્યો જીવલેણ હુમલો
  • જીવલેણ હુમલો કર્યા નો જેનો CCTV ફૂટેજ પણ આવ્યો સામે
  • દુકાનદાર વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

Latest Bhavnagar News: ભાવનગરમાં એક વ્યક્તિ પર લોખંડના પાઈપ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ જીવલેણ હુમલાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તે હનુમાન ચાલીસા વગાડે છે એટલે તેના પર હુમલો કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

સમગ્ર મામલો એવો છે કે, ભાવનગરમાં ઈસ્ત્રીકામ કરતાં મુન્નાભાઈ ચૌહાણ પર કોઈ વિધર્મી શખ્સે હનુમાન ચાલીસા વગાડતા હતા તે કારણે જીવલેણ હુમલો કરતાં તે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મુન્નાભાઈ ચૌહાણ કે જેની શહેરના કુંભારવાડા શીતળામાઁ મંદિર પાસે સિલાઈ મશીનની દુકાન આવેલ છે. તે દુકાનના સમયગાળા દરમિયાન હનુમાન ચાલીસા વગાડે છે તે કેટલાક વિધર્મીઓને પસંદ નથી અને તેમને ન વગાડવા માટે પણ અવારનવાર કહી ચુક્યા છે. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ પણ કરી છે.

ADVERTISEMENT

ત્યારબાદ આ અરાજકતા ફેલાવનારા લોકો જામીન પર છૂટી ગયા અને બહાર આવતા જ બપોરના સમયે કેટલાક શખ્સોએ પાઇપ વડે મુન્નાભાઈ ચૌહાણ નામના વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો. આ જીવલેણ હુમલાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. દુકાનદાર વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT