સુરત: આસારામ દુષ્કર્મ કેસમાં સાક્ષી પર એસિડ ફેંકનારો ઝડપાયો, 9 વર્ષથી સુરતમાં હોવા છતાં કેમ નહોતો પકડાયો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાજપૂત/સુરત: બરાબર 9 વર્ષ પહેલા જ્યારે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ હતી. સુરતમાં રહેતી બે બહેનોમાંથી મોટી બહેને અમદાવાદમાં આસારામ સામે બળાત્કારનો અને બીજી નાની બહેને સુરતમાં નારાયણ સાંઈ સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. બળાત્કારના કેસમાં પિતા-પુત્ર બંને ત્યારથી જેલમાં છે. આ કેસમાં સાક્ષી પર એસિડ એટેક કરનારા આરોપીનો 9 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે.

9 વર્ષથી જેલમાં બંધ હતો આરોપી
47 વર્ષીય સુનીલ ઉર્ફે શૈલેન્દ્ર બાલ કિશન સાહુ, જે ફરી પોલીસ કસ્ટડીમાં છે, તેણે 9 વર્ષ પહેલા આસારામ અને નારાયણ રેપ કેસના સાક્ષી દિનેશ ચંદુભાઈ ચંદાની પર એસિડ ફેંકીને હુમલો કર્યો હતો. આ સાથે જ તેણે અન્ય સાક્ષીઓ પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે આ હુમલાના ગુનામાંં તે જેલમાં બંધ હતો, ત્યારે 9 વર્ષે તેના જામીન પર છૂટ્યા બાદ સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માલુમ થયું કે કિશરે જ એસિડ એટેક કર્યો હતો, ત્યારે ફરીથી તેની ધરપકડ કરી સુરતના ઉમરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.

આસારામ વિરુદ્ધ જુબાની આપવા જતા સાક્ષી પર એસિડ ફેંક્યું હતું
સુરત પોલીસના હાથે ઝડપાયેલો સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન સાહુ મૂળ મધ્યપ્રદેશના આગર જિલ્લાનો રહેવાસી છે. 2013 અને 2014માં જ્યારે નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારનો કેસ નોંધાયો હતો ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા દિનેશ ચંદુભાઈ ચંદાનીએ બંને વિરુદ્ધ જુબાની આપી હતી. સુનીલ સાહુ તેના અન્ય સાથીદારો સાથે દિનેશ ચંદનાનીના ઘરે જઈને તેને જુબાની ન આપવા સમજાવ્યા હતા, પરંતુ દિનેશ ચાંદનીએ સુનીલ સાહુ અને તેના સાગરિતોની વાત સાંભળી ન હતી. આનાથી ગુસ્સે ભરાયેલા સુનિલ સાહુએ સાક્ષી દિનેશ ચંદાની પર એસિડ ફેંકીને હુમલો કર્યો અને સ્થળ પરથી ભાગી ગયો. જે બાદ સુનિલ સાહુએ તેના સાગરિતો સાથે મળીને સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની નવી સિવિલ હોસ્પિટલ પાસે અન્ય સાક્ષી પર છરી વડે હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

અન્ય ગુનામાં જેલમાં બંધ હતો આરોપી
આ હુમલામાં બાકીના હુમલાખોરો ભાગી ગયા હતા પરંતુ સુનીલ સાહુ સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. જેના આરોપસર તે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હતો. આજે આ વાતને 9 વર્ષ વીતી ગયા છે. તેને સુરત કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને તે જેલમાંથી બહાર આવવા જતો હતો ત્યારે સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ખબર પડી કે 9 વર્ષથી જેલમાં રહેલા સુનીલ સાહુએ આસારામ વિરુદ્ધ જુબાની આપનાર દિનેશ ચંદાની પર એસિડ એટેક કર્યો હતો. 9 વર્ષ બાદ પોલીસને આ માહિતી મળી હતી, જે બાદ પોલીસની ટીમ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ પહોંચી હતી. અને સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન સાહુ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેની ધરપકડ કરી ઉમરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT