મહિસાગર જિલ્લાના વીરપુરમાં ત્રણ વાહન વચ્ચે થયો અકસ્માતઃ બે કાર અને બાઈક ભટકાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ વિરપુર લીંમડીયા હાઈવે પર બે કાર અને બાઈક વચ્ચે માર્ગ અકસ્માત થતા સાત જેટલા લોકો થયા ઘાયલ જેમાં ત્રણ વ્યક્તિઓને વધુ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે કાર સાથે ભટકાતા બાઈક ચાલક ફંગોળાઈ ગયો હતો. ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના વિરપુરથી લીંબડીયા તરફ જતા માર્ગ ઉપર પાટા ગામ પાસે ટ્રીપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે કાર તેમજ એક બાઈક વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં બે કાર અને એક બાઈક વચ્ચે થયો હતો. જેમાં બંને કારને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું, તો બાઈક પણ ભાગીને ભૂકો થઈ ગઈ હતી. આ ટ્રીપલ અકસ્માતમાં સાત લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. બાઈક ચાલકને ફંગોળાતા બાઈક સવારને પણ ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળાઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને 108 ને તેમજ પોલીસને ફોન કરી જાણકારી આપી હતી. આ માર્ગ અકસ્માતમાં સાત જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાં ૩ જેટલા લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને ૧૦૮ દ્વારા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે આ ટ્રીપલ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. વિરપુર પોલીસે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT