મહીસાગરમાં બોગસ ડોક્ટર ઝડપાયો, 12 ચોપડી પાસ યુવક દર્દીઓને ઈન્જેક્શન-દવાઓ આપતો
વીરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લાના અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ધોરણ 12 પાસ જોલા છાપ ડોકટર પકડી પાડવામાં આવ્યો છે. જિલ્લાના કડાણા…
ADVERTISEMENT
વીરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લાના અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ધોરણ 12 પાસ જોલા છાપ ડોકટર પકડી પાડવામાં આવ્યો છે. જિલ્લાના કડાણા તાલુકાના આકલીયા ગામેથી મહીસાગર જિલ્લા એસઓજી દ્વારા નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યની બોર્ડર પર આવેલા કડાણા તાલુકાનો છેવાડાનો વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તરમાં રહેતા લોકોને કોઈપણ પ્રકારની બીમારી આવે એટલે સ્થાનિક ગ્રામ્ય કક્ષાના ડોકટર પાસે સારવાર કરાવતા હોય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે તેમની સારવાર કરનાર ડોકટર પાસે ડોકટરની ડિગ્રી છે કે નહીં. ત્યારે ડિગ્રી વગરના બોગસ જોલા છાપ ડોકટર પાસે સારવાર કરાવનાર દર્દીના જીવને જોખમ પણ ઉભું થઈ શકે છે. ત્યારે ગરીબ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા જોલા છાપ ડોક્ટર પકડી પાડવા માટે જિલ્લા પોલિસ સતર્ક બની છે અને જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા એસઓજી પોલીસ દ્વારા એક જોલા છાપ ડોકટરને પકડી પાડવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લાના છેવાડાના કડાણા તાલુકાના આકલીયા ગામમાં માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ બોગસ ડોક્ટર ભરત રામા ડામોર અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક ઉપર જઈને પોતે ડોક્ટર તરીકે ઓળખ આપીને બીમાર દર્દીઓને એલોપેથીક દવા અને ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જેની મહીસાગર જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળતા કોઇપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર બીમાર લોકોની સારવાર કરી બીમાર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડોકટરને મહીસાગર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ડોક્ટર પાસેથી પોલીસે બાઈક દવા રોકડ મળી 34,764 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT