મહીસાગરઃ દિવ્યાંગ પર હુમલો કરવા મામલે ભાજપ નેતા સામે FIR
વિરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંકડી ગામમાં મંગળવારે સવારે યોજાયેલ ગ્રામસભામાં વાંકડી ગામના સરપંચના પિતા અને મહીસાગર જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી સબુર…
ADVERTISEMENT
વિરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંકડી ગામમાં મંગળવારે સવારે યોજાયેલ ગ્રામસભામાં વાંકડી ગામના સરપંચના પિતા અને મહીસાગર જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી સબુર કટારા દ્વારા વાંકડી નાળ ફળિયામાં રહેતા વિજયકુમાર દેવદાસ મુંડવાડા નામના દિવ્યાંગ વ્યક્તિ પર સભા દરમિયાન હુમલો કર્યો હતો. દિવ્યાંગ વિજયને મારમારવામાં આવતા દિવ્યાંગ વિજયકુમાર દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સરપંચના પિતા અને ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી એવા સબુર કટારા તેમજ સરપંચ રાકેશ કટારા પર પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વાયરલ વીડિયોના આધારે તપાસ કરી શરૂ
આ પણ જાણવા જેવું…
‘પૈસા નથી તેથી 4 મહિનાનું પેન્શન આપી નહીં શકાય’- ગોધરા નગરપાલિકા હવે ઉઘરાણે નીકળશે
7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું
હીરા બાની તબીયત નાદુરસ્તઃ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, સ્વાસ્થ્ય લાબની કામના કરીએ છીએ
શું બની હતી ઘટના
મંગળવારે સવારે સંતરામપુર વાકડી ગ્રામ પંચાયતની ચાલુ ગ્રામસભામાં ગામના વિકલાંગ યુવાન વિજય દ્વારા રજૂઆત કરવામાં આવી કે, ગ્રામસભામાં કેટલા ગ્રામજનો હોય તો ગ્રામસભા શરૂ કરાય? તેમજ ગામમાં ગ્રામસભાનો એજન્ડા કેટલા ગ્રામજનોને મળ્યો? એવું કહેતા જ વાકડી ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ કટારાના પિતા સબુર કટારા કે જે મહીસાગર જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી પણ છે તેમની દાદાગીરી સામે આવી હતી. તેઓ દ્વારા ચાલુ સભામાં ઊભા થઈને દિવ્યાંગ યુવાનને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો
ADVERTISEMENT
સમગ્ર ઘટના બાદ વિજયકુમાર દેવદાસ મુંડવાડા દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સરપંચના પિતા અને ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી એવા સબુર કટારા તેમજ સરપંચ રાકેશ કટારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT