મહીસાગર નદીના પાણી વધતા મગરનું માઈગ્રેશનઃ આંકલાવમાં કરાયું રેસ્ક્યૂ
હેતાલી શાહ.ખેડાઃ આંકલાવ તાલુકાના બામણગામ સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં મગર દેખાતા અફરાતફરી મચી હતી. જોકે ગામના સરપંચ ધ્વારા વનવિભાગ તથા વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ…
ADVERTISEMENT
હેતાલી શાહ.ખેડાઃ આંકલાવ તાલુકાના બામણગામ સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં મગર દેખાતા અફરાતફરી મચી હતી. જોકે ગામના સરપંચ ધ્વારા વનવિભાગ તથા વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરાતા મગરનું રેસક્યુ કરી સહી સલામત જગ્યાએ છોડવામાં આવ્યો છે.
વનવિભાગને જાણ કરતા મગરનું કરાયું રેસ્ક્યૂ
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણ ગામ વિસ્તાર મહીસાગર નદી પાસે આવેલું છે. હાલમાં વરસાદની સિઝન છે, અને નદીમાં પાણીનું વહેણ વધારે છે. જેને લઈને હાલ મગર માઈગ્રેટ થઈ રહ્યા છે. જે અંતર્ગત એક પાંચ ફૂટ લાંબો મગર બામણગામના સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં માઈગ્રેટ થઈને આવી ગયો હતો. રાત્રી દરમ્યાન સ્થાનિકોને તળાવમાં મગર હોવાની જાણ થતા જ તેઓ ગભરાઈ ગયા હતા. સ્થાનિકોએ ગભરાટને પગલે સરપંચને જાણ કરી હતી. ગામના સરપંચ દ્વારા આંકલાવ વન વિભાગને જાણ કરાતા આંકલાવ વન વિભાગની ટીમ અને વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી, મગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. લગભગ પાંચથી છ કલાકની ભારે જહેમત બાદ પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું હતું. ત્યારબાદ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા સલામતીપૂર્વક મગરને આંકલાવ વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યાંથી મગરને સલામત સ્થળ પર છોડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં હિમાચલ જેવા દ્રશ્યોઃ જુઓ Videos ક્યાં કેવી છે સ્થિતિ
પહેલીવાર આ વિસ્તારમાં દેખાયો મગર
આ અંગે નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર, “હાલમાં મગરનો માઈગ્રેશનનો સમય ચાલી રહ્યો છે. કારણ કે, વરસાદને કારણે નદીમાં નવા નીર આવતા પાણીનું વહેણ વધ્યું છે. જેથી મગરને એનર્જીની જરૂર વધારે પડે છે. ત્યારે મગર માઈગ્રેટ થઈ તળાવ વિસ્તારમાં આવતા હોય છે. જોકે આ મગર કોઈ મનુષ્યને નુકસાન પહોંચાડતા નથી. આ મગર પણ મહીનદીના કોતરોથી તળાવ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધી આ વિસ્તારમાં ક્યારેય મગર દેખાયો નથી. પહેલીવાર આ વિસ્તારમાં મગર દેખાતા ગ્રામજનો ગભરાઈ ગયા હતા. જેથી અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ખેડા અને આણંદમાં થઈને આશરે 300 થી વધુ મગરની વસ્તી છે. જે ગામમાં મગરની વસ્તી છે એ ગામમાં લોકો ગભરાતા નથી, પણ જે ગામમાં મગર પહેલી વાર દેખાય ત્યારે સ્થાનિકો ગભરાઈ જતા હોય છે.”
તાલાલાના શહેરી માર્ગ પર મગરનો આરામ
આ ઉપરાંત વરસતા વરસાદ વચ્ચે તાલાલાની હિરણ નદીમાં ઘોડાપૂર આવતા મગર તણાઈને શહેરી માર્ગ પર પહોંચ્યો હતો. રસ્તા પર વાહનો થંભી ગયા હતા. શહેરીજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેનો પણ વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT