મહીસાગરઃ ચંદ્રયાન-3ને વિદ્યાર્થીઓએ આપી અનોખી રીતે શુભકામનાઓ, જુઓ આકાશી નજારો
વિરેન જોશી.મહીસાગરઃ મહિસાગરની એક શાળામાં ચંદ્રયાન 3ને શુભકામનાઓ આપતો સંદેશ અનોખી રીતે આપવામાં આવ્યો છે. ભારત દેશના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ચંદ્રયાન 3 ને લઈને…
ADVERTISEMENT
વિરેન જોશી.મહીસાગરઃ મહિસાગરની એક શાળામાં ચંદ્રયાન 3ને શુભકામનાઓ આપતો સંદેશ અનોખી રીતે આપવામાં આવ્યો છે. ભારત દેશના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ચંદ્રયાન 3 ને લઈને ઈસરોને ખુબ શુભેચ્છાઓ મળી રહી છે. દરમિયાન આ પ્રોજેક્ટમાં કામ કરનારા નાના માણસોથી લઈને તજજ્ઞોને પણ એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે ત્યારે બાળકો દ્વારા ચંદ્રયાનને શુભેચ્છાઓ આપવાની આ રીત ખરેખર તેમના મનને ખુશીની લહેર આપી દેનારી છે.
‘ભગવાન… મારો કિરણ જ્યાં હોય ત્યાંથી પાછો મોકલ’: US જવા નીકળેલા પુત્રની ભાળ ના મળતા માતાના શબ્દોઃ મહેસાણા
આજે બપોરે ભારતના ચંદ્રયાન-૩ ગગનમાં ઉડીને ચંદ્ર પર જવા માટે પ્રયાણ કર્યું છે. ત્યારે તમામ આધુનિક ટેકનોલોજીથી તૈયાર થયેલા ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-૩ને તથા તેની પાછળ મહેનત કરનાર ઇસરોના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અને એન્જીનીયર્સની સોનેરી સફળતા માટે દેશમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. દરમિયાનમાં મહીસાગર જિલ્લાના કડાણા મોડેલ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓની માનવ સાંકળ દ્વારા “બેસ્ટ ઓફ લક ચંદ્રયાન” લખેલી અનોખી કૃતિ બનાવી હતી અને જેનો અવકાશી નજારો અદભુત દેખાઈ આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓએ બેસ્ટ ઓફ લક કહી ચંદ્રયાનને શુભેચ્છાઓ પાઠવી હતી. આવો જોઈએ આ વીડિયો…
ADVERTISEMENT
ADVERTISEMENT