મહિસાગરઃ આ બેઠક પર ભાજપમાંથી સૌથી ઓછા દાવેદારોએ માગી ટિકિટ, સંખ્યા માત્ર 9

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની ગતિવિધિઓ તેજ કરાઈ છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકોએ મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં 101 દાવેદારો એ ટિકિટની માંગ કરી હતી. આ ઉપરાંત સૌથી ઓચા દાવેદારો સંતરામપુર વિધાનસભા બેઠક પર દાવો કરવા આવ્યા હતા. અહીં દાવેદારોની લાઈન સૌથી ટુંકી હતી તેવું કહી શકીએ છીએ.

મહિસાગરની તમામ બેઠકો પર જાણો કેટલા દાવેદારો
વિધાનસભા ચૂંટણીઓ નજીક છે, ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની ગતિવિધિઓ તેજ કરાઈ છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકો સૌરભ પટેલ, અશોક ધોરાજીયા તેમજ જયશ્રી દેસાઈની ઉપસ્થિતમાં મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લુણાવાડા વિધાનસભા માટે સૌથી વધુ 52 ટિકિટ વાંચ્છુક ઉમેદવાર, બાલાસિનોરમાં 40 ટિકિટ વાંચ્છુક ઉમેદવાર જ્યારે સંતરામપુરમાં સૌથી ઓછા 9 ટીકીટ વાંચ્છુક ઉમેદવારોએ ટિકિટની માંગ કરી છે. આ સમગ્ર ઉમેદવારને નિરિક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા. હવે  વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને નિરીક્ષકો પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT