પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિરે સોનાના બિસ્કીટ 31 લાખની રોકડ રકમનો શણગાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદર : હિંદુ ધર્મમાં દિવાળીના તહેવારનું અનેરું મહત્વ છે. ખાસ કરીને ગુજરાત રાજસ્થાન સહિતના હિન્દી બેલ્ટમાં દિવાળીની ખુબ જ ધામધુમ ઉજવણી થાય છે. દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાનું પણ અનેરું મહત્વ છે. મોટા ભાગના ઘરોમાં પણ દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પુજન કરવામાં આવતું હોય છે. પોરબંદરના એમ.જી રોડ પર આવેલ 192 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના દિવસે લાખો રૂપિયાની નોટોથી માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તો પણ અહીં ઉમટી પડ્યાં હતા.

મંદિર દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં આ વર્ષે 31 લાખ રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા 1 થી લઈને 2 હજાર સુધીની નોટો તેમજ ભારતીય ચલણમાં સમાવેશ તમામ સીક્કાઓનો પણ આ શણગારમાં ઉપયોગમાં કરવામાં આવ્ હતો. મહાલક્ષ્મીજીના દર્શનાર્થે આવતી તમામ મહિલાઓને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદીરૂપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યા હતા. આશરે 11 મણ કંકુના પાઉચ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાયા હતા. જે દર્શન માટે આવતી મહિલાઓને વહેંચવામાં આવ્યા હતા.

મહાલક્ષ્મીજીના મંદિરે દર દિવાળીના દિવસે ખારવા જ્ઞાતિના 51 દપંતિઓ સવારના ગણેશજી અને મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને શહેરીજનોની સુખાકારી માટે પ્રાથના કરે છે. તો દર વર્ષે લાખો રૂપિયાની ચલણી નોટોના શણગાર પણ માતાજીને કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંદિર ખુબ જ પૌરાણીક છે. દિવાળીના દિવસે દર્શનનો અનેરો મહિમા છે. આ ઉપરાંત અહીંથી મળતું કંકુ મહિલાઓ આખુ વર્ષ સાચવીને રાખે છે. તિજોરીમાં આ પુજામાં મળેલ કંકુનો ઉપયોગ કોઇ શુભકામ દરમિયાન કરવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT