PM મોદીના પ્રવાસ પહેલા કાયદા વ્યવસ્થા સામે સવાલો! માધાપરમાં યુવકની હત્યાના બનાવ સાથે તોડફોડની ઘટના બની
માધાપરઃ કચ્છમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ કાયદા વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. માધાપર ખાતે બે સમુદાયો વચ્ચેના ઘર્ષણમાં એક યુવાનનું મોત નીપજ્યું છે.…
ADVERTISEMENT
માધાપરઃ કચ્છમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ કાયદા વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. માધાપર ખાતે બે સમુદાયો વચ્ચેના ઘર્ષણમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. આ દરમિયાન ભીડ વધુ ઉગ્ર બની જતા આસપાસના વિસ્તારોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી. જેના પગલે પોલીસની ટીમ એક્ટિવ થઈ ગઈ અને ત્યાં પહોંચી ગઈ હતી. જોકે હવે સમુદાયો વચ્ચેનું ઘર્ષણ કાબૂમાં આવી ગયું છે અને પોલીસે સ્થિતિની તપાસ હાથ ધરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમ
માધાપર ગામમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 20 વર્ષીય યુવક પરેશની ભરબપોરે હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે બે અલગ અલગ સમુદાયો વચ્ચેના ઘર્ષણમાં તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ દરમિયાન સ્થાનિકોએ ન્યાયની માગ સાથે પોલીસને ટકોર કરી હતી. પરંતુ સાંજે અચાનક એક ભીડે ઉશ્કેરાઈને ધર્મસ્થાનોની તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. તોડફોડના પગલે પોલીસના જવાનોની મોટી ટીમ અત્યારે માધાપરમાં તૈનાત છે. તેઓ સ્થિતિને કાબૂમાં રાખી રહ્યા છે.
ADVERTISEMENT
છાતી પર છરીનાં ઘા ઝીંક્યા
બપોરે 1 વાગ્યાની આસપાસ પરેશ અને સુલેમાન વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. જેનાથી ઉશ્કેરાઈને સુલેમાને પરેશની છાતી પર છરીના અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા. આ હુમલો કરીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ત્યારપછી ગંભીર સ્થિતિમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેણે જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT