દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું: લગ્નગાળાની સિઝન વચ્ચે લુણાવાડા એસ.ટી ડેપો પાસે ડીઝલ ખૂટ્યું, 50 ટકા ગ્રામ્ય રૂટ બંધ
વીરેન જોશી,મહીસાગર: એક તરફ રાજ્યમાં તહેવારની સીઝન ચાલી રહી છે. બીજી તરફ લગ્નગાળો શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા એસ.ટી ડેપો પાસે…
ADVERTISEMENT
વીરેન જોશી,મહીસાગર: એક તરફ રાજ્યમાં તહેવારની સીઝન ચાલી રહી છે. બીજી તરફ લગ્નગાળો શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા એસ.ટી ડેપો પાસે ડીઝલ ઘટી જતાં પચાસ ટકા જેટલા ગ્રામ્ય રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ શહેરી રૂટ માટે વધારાનું સંચાલન નહિ કરવામાં આવતા ઉત્તરાયણ તહેવાર મનાવવા આવેલ જિલ્લાવાસીઓ કામ અર્થે પાછા બહારગામ જતા મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા એસ .ટી ડેપો માં ડીઝલના અભાવે મોટા ભાગના રૂટ રદ કરવામાં આવ્યા છે. જીલ્લાના લુણાવાડા એસટી ડેપોની બસને છેલ્લા પાંચ દિવસથી ડીઝલ ન મળતા એસ ટી બસના પૈડાં થંભી ગયા છે. જેમાં લુણાવાડા ડેપો દ્વારા ગામડાના મોટા ભાગના રૂટ બંધ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉતરાયણનો તહેવારો પૂર્ણ થતાં વતનમાં આવેલ ગ્રામ્ય લોકો કામ અર્થે બહાર ગામ જવા નીકળતા લુણાવાડા ડેપો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
લોકો ખાનગી વાહનમાં જવા મજબૂર બન્યા
એક તરફ તહેવાર ચાલી રહ્યા છે અને બીજી તરફ લગ્નગાળો શરૂ થયો હોવાથી લોકોની ભીડ વધુ જોવા મળી રહી છે. ડીઝલના અભાવે અમદાવાદ બરોડાના વધારે રૂટનું સંચાલન નહિ થતા તેમજ ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના રૂટ રદ કરવામાં આવતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે જેના કારણે મુસાફરો ખાનગી વાહનોમાં જવા મજબુર બન્યા છે
ADVERTISEMENT
હવે ખાનગી પંપ પરથી ડીઝલ લેવામાં આવે છે
થોડા વર્ષો પહેલાના સમયમાં એસટી વર્કશોપ ખાતેના ડીઝલ પંપ પરથી ડીઝલ બસોમાં પુરવામાં આવતું હતું પરંતુ કેટલાક છેલ્લા સમયથી ખાનગી ડીઝલ પંપ પરથી બસોમાં ડીઝલ પુરવામાં આવે છે. એસટી વર્કશોપ માંથી મળતું ડીઝલ નિગમ તરફથી મળતું હોવાથી ડિઝાલનો ભાવ પણ ઓછો હતો જ્યારે હવે બહારથી ખાનગી ડીઝલ પંપ પરથી પુરવામાં આવતું ડીઝલ પણ મોંઘુ પડી રહ્યું છે.
ADVERTISEMENT