Video: સુરતમાં રાહુલ ગાંધીનો પ્રહાર… દેશના પહેલા માલિક આદિવાસી, ભાજપ તમને વનવાસી કહે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણની સીટો પર ઉમેદવારી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. ગુજરાતની સત્તા પર કબજો કરવા માટે સત્તાધારી ભાજપની સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરું જોર લગાવી રહી છે. દરેક પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી માટે પોતાના મોટા નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે આજે ગુજરાતમાં PM મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ત્રણેય મતદાતો સમક્ષ પ્રચાર કરતા જોવા મળશે. આજે રાહુલ ગાંધી દ્વારા સુરતના મહુવામાં જનમેદનીને સંબોધવામાં આવી છે. આવો સાંભળીએ તેઓ શું કહે છે.

રાહુલ ગાંધીએ કહ્યુંઃ
તમે આટલી ગરમીમાં પણ તમે આવ્યા છો તે બદલ ધન્યવાદ. 70 દિવસથી અમે 2000 કિલોમીટર અમે ચાલ્યા છીએ અને 1500 કિલોમીટર હજુ પણ ચાલવાના છીએ. અમારી સાથે લાખો લોકો, ખેેડૂતો, બેરોજગારો, અલ્પસંખ્યકો, મહિલાઓ વગેરે પીડીત છે આ દેશમાં તે અમારી સાથે ચાલી રહ્યા છીએ. મીડિયા બહુ બતાવતી નથી પણ તમે આવો તો ત્યાં નદી જેવું દેખાય લોકો વહી રહ્યા હોય તેવું લાગે છે. નદીમાં કોઈ નફરત નહીં, કોઈ ક્રોધ નહીં, હિંસા નહીં ફક્ત દયા કરુણા અને પ્રેમ રહે છે. કોઈ પડી પણ જાય તો પણ તરત બધા તેમની મદદ કરે છે. પ્રેમની આ એક યાત્રા છે. તેમાં બધા જ આવી જાય છે તેમાં કોઈ નથી પુછતું, તમારી ઉંમર શું છે, મહિલા, પુરુષ, ધર્મ, જાતિ શું છે તે પુછતું નથી. સવારના વહેલા છ વાગ્યાથી શરૂ થાય અને સાંજે સાત વાગ્યે તો પણ કોઈને થાક લાગતો નથી બધા ઉત્સાહમાં રહે છે. અહીં હેલિપેડથી કારમાં આવવાનું થયું તો પણ કારમાં ન બેઠા અને ચાલતા અહીં આવ્યા છીએ. લોકોના પગમાં ફોડલા પડી ગયા, બે વ્યક્તિ સ્વર્ગમાં ગયા છતા યાત્રા ચાલુ રહેશે. ગાંધીજીએ આ રસ્તો બતાવ્યો છે તે પ્રમાણે અમે કામ કર્યું છે. આ યાત્રામાં ગુજરાતનો ઈતિહાસ છે, કહાની છે, લાગણી છે અને ગુજરાતના સંસ્કાર છે. યાત્રામાં ખુશી થઈ રહી છે અને દુઃખ પણ છે. તમે પુછશો દુઃખ કેમ, ભારત જોડાઈ રહ્યું છે, તો દુઃખ કઈ વાતનું. દુઃખ ખેડૂતોને વાત કરતા થાય છે, આદિવાસીઓને મળીને, બેરોજગારોને મળીને દુઃખ થાય છે. ખેડૂતોને વ્યાજબી ભાવ, વીમા, દેવા માફી નથી મળતી, યુવાનો બેરોજગાર છે તેમના સપાનાઓ તૂટી રહ્યા છે. એન્જિન્યરિંગ કરી પેટે પાટા બાંધી અને મજુરી કરવી પડે છે. એક યુવાન મળ્યો જે ભેટીને રડી પડ્યો કહેવા લાગ્યો કોરોનામાં મારા પરિવારના તમામ મૃત્યુ પામ્યા. હું એકલો રહી ગયો. ડોક્ટરોને હાથ જોડ્યા, રડ્યો, પણ મારા માતાપિતા ન બચ્યા. મારા હાથમાં મૃત્યુ પામ્યા. હું બેરોજગાર છું, મને કોઈ રસ્તો નથી દેખાતો. આ યુવાન એકલો નહીં આવા લાખો યુવાનો આજે હિન્દુસ્તાનમાં છે.

ADVERTISEMENT

આદિવાસીઓ દેશના અસલી માલિક
આદિવાસીઓ સાથે મારા પરિવારનો લાગણીનો સંબંધ છે. હું નાનો હતો છ સાત વર્ષનો ત્યારે મારા દાદી ઈન્દિરામાંએ એક બુક આપી. ફોટો બુક હતી. છ વર્ષનું બાળક હતો હું મને આદિવાસીઓ અંગે ખબર ન હતી. તે બુકમાં એક આદિવાસી દિકરા અંગે હતી. બધા જ ચિત્રો જંગલ અને તે બાળક અંગે હતા. દાદી મને આ પુસ્તક સમજાવતા હતા. દાદી આ જે બુક છે તે મને સૌથી વધુ ગમે છે. તમને આ બુક અંગે શું લાગે છે. તે કહે છે રાહુલ આ બુક જે છે તે આપણા આદિવાસીઓ અંગે છે. તે ભારતના પહેલા અને અસલી માલિક છે. પછી તેમણે કહ્યું જો તારે ભારત સમજવું હોય તો આદિવાસીઓ સાથે જઉં, જંગલ અને જમીન સાથેનો તેમનો સંબંધ સમજો. આદિવાસી મતલબ જે સૌથી પહેલા અહીં રહેતા હતા. ભાજપ તમને આદિવાસી નથી કહેતા તમને વનવાસી કહે છે, તમે વનમાં રહેનારા છો તેવું કહે છે. આ દેશમાં તમને પણ સ્વાસ્થ્ય, રોજગાર, વગેરે મળવું જોઈએ. ભાજપના રાજમાં વનની જમીન બે ત્રણ પોતાના ઉદ્યોગપતિઓના હાથમાં હશે. આ દેશ તમારો છે, હતો અને રહેશે. આ દેશમાં તમને જમીનની રક્ષા મળશે. તમારા બાળકોને સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર મળશે. અમે જમીન અધિકાર બિલ લાવ્યા. ફોરેસ્ટ બિલ લાવ્યા તમારી રક્ષા કરવા માટે. તમારું જંગલ અને જમીન તમને પાછી આપવા માટે. ભાજપ સરકારે આ કાયદાઓને લાગુ નથી કર્યા. ક્યાંય પણ લાગુ નથી કર્યા. આ કાયદાઓને તે નબળા કરે છે પણ લાગુ નથી કરતા.

અશોક ગેહલોત
વારંવાર અમિત શાહ અને પ્રધાનમંત્રીને ગુજરાત કેમ આવવું પડે છે. હવે તે ડરી ગયા છે. 27 વર્ષ બહુ લાંબો સમય કહેવાય. અમે તેમને મોરબી ઘટના પર પણ કોઈ દોષ ન આપ્યો પરંતુ કહ્યું કે કોર્ટના જજની દેખરેખમાં તપાસ થાય તેમને તે પણ મંજુર ન હતું. હાઈકોર્ટે જાતે સંજ્ઞાન લેવું પડ્યું. હવે તમારી પાસે સમય આવી ગયો છે સરકાર બદલવાનો. ઘોષણા પત્ર રાહુલ ગાંધી કહે છે કે વાયદા પુરા ન કરવા હોય તો તેમાં લખશો નહીં અને વાયદો કરો તો પુરો કરો અને તો જ લખો. હિમાચલમાં કેજરીવાલ જુઠા વાયદા કરતા. હવે તે અહીં આવી ગયા અને જુઠા વાયદા કરવા લાગ્યા. કૃપા કરીને હું તમે નિવેદન કરું છું કે અમને તક આપો. ભાજપના કાર્યકર્તાઓએ અમારા પર હુમલા કર્યા અને તેમાં કેસ થઈ ગયો બોલો. ક્યાં છે ડેમોક્રેસી. આલોચનાને આ લોકો સહન નથી કરી શકતા. હવે સમય આવી ગયો છે કે તેમે આ બધી બાબતોનો તમે જવાબ આપો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT