ચૂંટણી ટાંણે ગાંધીનગરના વૈભવી બંગલોમાંથી મળ્યો જથ્થાબંધ દારુઃ મતદારો માટે જ હોવાનો ગણગણાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન થવાનું છે તે પહેલા પોલીસ અને ચૂંટણી પંચ મતદારોને આકર્ષવા દારુ, ડ્રગ્સ, રૂપિયાની રેલમછેલ થાય નહીં તે બાબતો પર સતત નજર રાખી રહી છે. મતદારોને લોભાવવા, ડરાવવા કે કોઈ અન્ય ગેરકાયદે રીતે મતદારોના મતોના તોડજોડમાં લાગેલી પાર્ટીઓ માટે તંત્રની આ કાર્યવાહી માથાના દુખાવા સમાન બની ગઈ છે. દરમિયાનમાં ગાંધીનગરમાં એલસીબીની ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે અને એક વૈભવી બંગલોમાંથી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે આ દારુ મતદારોમાં વહેંચવવા માટે જ લાવવામાં આવ્યો હોઈ શકે છે. જોકે પોલીસે જથ્થો જપ્ત કરીને વધુ તપાસ આરંભી દીધી છે.

મતોના તોડજોડ ના થાય તે માટે તંત્રની બારીક નજર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પ્રથમ તબક્કાના મતદાન પછી 89 બેઠકો પર ઉમેદવારોના ભાવી હવે ઈવીએમ મશીનમાં કેદ છે. આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને તેમાં 93 બેઠકોના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થવાના છે. ઉપરાંત આગામી 8 ડિસેમ્બરે જ્યારે પરિણામોની જાહેરાત થશે ત્યારે કયા ઉમેદવારને જન સમર્થન મળ્યું કોને મળ્યો જાકારો તે નક્કી થઈ જશે. તે દરમિયાનમાં હવે જ્યારે બીજા તબક્કાનું મતદાન થવાને કલાકો બાકી છે તે પહેલા રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરીને મતદારોને આકર્ષી રહી છે. જોકે રાજકીય પાર્ટીઓ કોઈ ગેરકાયદે રીતે મતોના તોડજોડ ના કરી જાય તે માટે તંત્ર સતત બારીક નજર રાખી રહ્યું છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ 1ની ટીમ પીઆઈ દિવાનસિંહ વાળા સાથે અડાલજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલી માહિતી પ્રમાણે બાલાપીરની દરગાહ સામે આવેલા એક વૈભવી બંગલોમાંથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.

બંગલાનો નજારો જોઈ પોલીસ સ્તબ્ધ
પોલીસે જ્યારે મળેલી માહિતીને આધારે આ બંગલો પર દરોડા કર્યા ત્યારે અંદરનો નજારો જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. પ્રારંભીક માહિતી અનુસાર 480 જેટલી પેટીઓમાંથી વિદેશી દારુના ક્વાટર મળી આવ્યા હતા. પોલીસ બેડામાં ચર્ચા છે કે ક્વાટર દારુનો આટલો મોટો જથ્થો જોતા માલ મતદારો માટે અહીં રાખવામાં આવ્યો હોઈ શકે. જોકે પોલીસ તેની નક્કર ગણતરી કરી આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે. એલસીબીના દરોડા પછી હવે અડાલજના પીઆઈ સામે કડક પગલા લેવાય તો નવાઈ નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT