તમારા ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવો અને ફ્રીમાં મેળાની રાઇડ અને આઇસ્ક્રીમ માણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/જામનગર : જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મતદારયાદી સુધારણા તથા આધાર સાથે મતદાનકાર્ડ લિંક કરાવવા માટે અનોખા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં પણ સ્ટોલ ઉભા કરીને મેળામાં આવનારા નાગરિકો સ્થળ પર જ આધાર સાથે ચૂંટણી કાર્ડને લિંક કરીને તેને જોડવામાં આવશે. આધાર સાથે મતદાનકાર્ડ લિંક કરાવનાર નાગરિકને મેળાની અંદર ‘ફ્રી રાઈડ વિથ આઈસ્ક્રીમની ભેટ અપાશે. સ્થાનિક તંત્ર દ્વારા આ નવતર અભિગમસહ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

જામનગર કલેક્ટરને નાગરિકોને અનોખી રીતે આકર્ષીત કરવા આયોજન કર્યું
જામનગર જિલ્લામાં તારીખ 1/10/2022 ની લાયકાત સંદર્ભે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને આધાર લિંક અંગે વધુમાં વધુ લોકો જોડાય તે માટે જામનગરના જિલ્લા કલેક્ટરે કંઇક નવુ કરવાનું વિચાર્યું હતું. જામનગરના જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, અધિક કલેકટર મિતેશ પંડ્યા, શહેર વિભાગના પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા લોકોને જાગૃત કરવાની સાથે આકર્ષીત કરવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.

ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવો અને ફ્રી રાઇડનો આનંદ માણો
જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે ખાસ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં 10/8/2022 થી 12/8/2022 સુધી ત્રણ દિવસ માટે સાંજે 7:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મેળામાં આવનારા નાગરિકો ચૂંટણી કાર્ડ સાથે પોતાના આધાર કાર્ડ લિંક કરાવી શકશે. અહીં આ સેવા લેનારા મતદારોને તત્કાલ ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ તો લિંક કરી જ અપાશે ઉપરાંત મેળામાં ફ્રી રાઇડ અને આઇસક્રીમ પણ આપવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT