ધોળાદિવસે પોલીસ ચોકીમાં ઘુસી ચોરીને આપ્યો અંજામ, એક ભૂલે ત્રણેયને ધકેલ્યા જેલના સળિયા પાછળ
Limkheda Outpost : દાહોદ જિલ્લામાં ત્રણ શખ્સોએ પોલીસ સ્ટેશનમાં જઈને એક એવો કાંડ કર્યો કે જેના કારણે પોલીસની આખી ટીમ દોડતી થઈ હતી. જોકે, એક વાયરલ વીડિયાના આધારે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને જેલના હવાલે કર્યા હતા.
ADVERTISEMENT
Limkheda Outpost : દાહોદ જિલ્લામાં ત્રણ શખ્સોએ પોલીસ સ્ટેશનમાં જઈને એક એવો કાંડ કર્યો કે જેના કારણે પોલીસની આખી ટીમ દોડતી થઈ હતી. જોકે, એક વાયરલ વીડિયાના આધારે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને જેલના હવાલે કર્યા હતા.
કામ અર્થે ગયા હતા લિમખેડા પોલીસ સ્ટેશન
મળતી માહિતી અનુસાર, ગત 9 જુલાઈના રોજ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સંજયભાઈ વણઝારા મોટીબાંડીબાર આઉટ પોસ્ટ ખાતેની ઓફિસ પર હાજર હતાં. જે બાદ તેઓ પોતાનું કામ પૂરુ થયા બાદ સમન્સ અને નોટિસની કામગીરી માટે મોટીબાંડીબાર આઉટ પોસ્ટ ખાતેની ઓફિસને તાળું મારીને અન્ય પોલીસકર્મીઓની સાથે લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પોતાનું પર્સ મોટીબાંડીબાર આઉટ પોસ્ટ ખાતેની ઓફિસમાં ભૂલી ગયા હતા.
સાંજે તાળું તૂટેલું જોવા મળ્યું
જે બાદ તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ મોટીબાંડીબાર આઉટ પોસ્ટ ખાતેની ઓફિસ ખાતે પરત ફર્યા હતા. આ દરમિયાન તેઓને ઓફિસના દરવાજાનું તાળુ તૂટેલું મળ્યું હતું. તો ઓફિસમાં પોતે ભૂલી ગયેલું પર્સ પણ જોવા મળ્યું ન હતું. તો સામાન પણ વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી તેઓએ આ મામલે ચોરીની લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
LCBની ટીમે તપાસ શરૂ કરી
જે બાદ લીમખેડા પોલીસ અને દાહોદ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયો મળી આવ્યો હતો. જેમાં એક શખ્સની મોટીબાંડીબાર આઉટ પોસ્ટ ખાતે જાય છે અને જેલમાં બંધ એક આરોપી સાથે હાથ મિલાવે છે. આ વીડિયો રિલ્સના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
જે બાદ પોલીસે નવસાદ રજબભાઈ શેખ (ઉ.વ 26), અયાઝમહમંદ રીઝામહમંદ મકરાણી (ઉં.વ 18) અને બાદલ હસમુખ રાવળની ધરપકડ કરી હતી. જે બાદ ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા.
ADVERTISEMENT
ઈનપુટઃ ધ્રુવગીરી ગોસ્વામી, દાહોદ
ADVERTISEMENT
ADVERTISEMENT