લ્યો બોલો, રાજકોટમાં જાહેરમાં બેનર લાગ્યા કે દારૂ અહીં નહિ 500 મીટર દૂર મળે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં દારૂબંધીના અનેક વખત લીરે લીરા ઊડી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત જાહેરમાં દારૂબંધીના ધજાગરા થયા હોય તેવી ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ઉદ્યોગનગર કોલોનીમાં રહેવાશીઓએ દારૂડિયાઓથી કંટાળીને અનોખા બેનર લગાવ્યા છે. જેમાં લખ્યું ‘દારૂ અહીં નહિ – અહિયાંથી 500 મીટર દૂર “લોહાનગર” માં મળે છે’

રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે.પરંતુ રોજ પોલીસ બુટલેગરોને પકડી પાડે છે જે લાખોનું દારૂનું વેચાણ કરે છે. તો વળી બંધ બારણે પણ રોજ બરોજ લાખોના દારૂનું વેચાણ થાય છે. સામાન્ય રીતે રાજ્યમાં દારૂની દુકાનો કે પછી દારૂના બોર્ડ જોવા મળતા નથી. પરંતુ હવે દારૂ વેચનાર અને લેવા આવનાર માટે હવે જાહેરમાં બોર્ડ જોવા મળ્યા છે. રાજકોટમાં દારૂથી કંટાળી લોકો પોલીસ પાસે ન ગયા પરતું જાતે જાગૃત થયા છે અને જાહેરમાં બેનર લગાવ્યા છે.

બેનરમાં લખવામાં આવ્યું

ADVERTISEMENT

  • દારૂ અહીં નહિ – અહિયાંથી 500 મીટર દૂર “લોહાનગર” માં મળે છે.
  • રાજ્યમાં અનેક વખત દારૂબંધીના લીરેલીરા ઊડી ચૂક્યા છે. ત્યારે ‘દારૂડિયાઓએ આ શેરીમાં દારૂ ઢીંચી પ્રવેશ કરવો નહિ’
  • બેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાને લઇ મંજૂરી વગર ઓરડાઓ કે મકાન કોઈને ભાડે આપવા નહિ લેવાયો નિર્ણય..
  • ગઇકાલે આપણી કોલોનીની નાના બાલદિકરી સાથે થયેલ દુખદ ઘટના બાદ પરપ્રાંતિય હેવાની શખ્સોથી ચેતવવામાં આવે છે.

આ પણ વાંચો : BSFને જખૌ તટ નજીક દરિયામાંથી મળ્યું 10 પેકેટ ચરસઃ પાકિસ્તાનથી વહેતું આવ્યાની શંકા

ઉઠયા અનેક સવાલો
ગોંડલમાં લાગેલા આ બેનર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વિસ્તારમાં દારૂડિયાનો કેટલો ત્રાસ હશે. જેથી લોકોએ જ બોર્ડ લગાવી દીધુ. જો કે આ બોર્ડ લાગતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ કોલોનીમાં રહેતી એક નાની બાળાની છેડતી એક પરપ્રાંતીય દારૂડિયા શખ્સે કરી હોવાથી રહેવાશીઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ADVERTISEMENT

( વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

 તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT