કાયદેસર ગુજરાત! બાંધકામોને નિયમિત કરવા સરકારે ચૂંટણી પહેલા લીધો મહત્વનો નિર્ણય
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારની કેબિટનેટ બેઠકનું આયોજન થયું હતું. જેમાં સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા. આ અંગે સરકારના પ્રવક્તા…
ADVERTISEMENT
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારની કેબિટનેટ બેઠકનું આયોજન થયું હતું. જેમાં સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા. આ અંગે સરકારના પ્રવક્તા જીતુવાઘાણીએ કહ્યું કે, સરકારે એક ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જે અંગે બાંધકામ નિયમિત કરવા માટે સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુબ જ હિતકારી નિર્ણય લીધો છે. વર્ષ 2011 માં અનેક સ્થળો પર થયેલા બિનકાયદેસર બાંધકામો થઇ ચુક્યાં છે. જેથી જનતાની ઇચ્છા હતી તે મુદ્દે સરકાર દ્વારા તત્કાલ કરવામાં આવે.
તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં લાગુ પડશે નિયમ
તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન કરવું ફરજિયાત રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે. ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 1 ઓક્ટોબર, 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. 50 ચોરસ મીટર માટે 3 હજાર ફી નિયત કરવામાં આવી છે. 50 થી 100 ચોરસ મીટર સુધી 6 હજાર, 100 થી 200 ચોરસ મીટર 12 હજાર ફી નિર્ધારિત કરવામાં આવી છે.
3 હજાર રૂપિયાના ગુણાંકમા પૈસા ભરી બાંધકામ નિયમીત કરાવી શકાશે
50 ચોરસ મીટર માટે 3 હજાર રૂપિયા ફી રાખવામાં આવી છે. આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીની રકમ જે તે શહેરોની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પગલાને કારણે બિનકાયદેસર બાંદકામો કરનારા લોકોને મોટો ફાયદો થશે.
ADVERTISEMENT
સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતના મહત્વના મુદ્દા
– બાંધકામોને નિયમિત (કાયદેસર) કરવા માટે રાજ્ય સરકારે બહાર પાડ્યો વટહુકમ
– નિયમ ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામોને નિયમિત (કાયદેસર) કરી શકાશે.
– 1 ઓક્ટોબર 2022 પહેલા બાંધકામોને ઇમ્પેક્ટ ફીનો લાભ મળશે.
– તમામ મહાનગરપાલિકા સત્તા મંડળ અને નગરપાલિકામાં આનિયમ લાગુ થશે.
– રેરા સિવાયના તમામ બાંધકામોને સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય લાગુ પડશે.
– જો કે 50 ટકા પાર્કિંગ ફરજીયાત રીતે રાખવા પડશે.
– 19-10-2022 થી ઓનલાઇન અરજીઓ અને ફી ભરી શકાશે.
– પોર્ટલ પર 24 કલાક ઘરે બેઠા અરજી કરી શકાશે, સરકારી ઓફીસોના ધક્કા નહી ખાવા પડે.
– 50 ચોરસ મીટર ત્રણ હજાર રૂપિયા ફી નિર્ધારિત કરાઇ, તેનાથી વધારે જમીન તેના ગુણાંકમાં નિયમિત કરી શકાશે.
– 100 થી 200 ચોરસ મીટર માટે 12 હજાર રૂપિયા સુધીની ફી ભરીને બાંધકામ નિયમિત કરી શકાશે.
ADVERTISEMENT