ગુજરાતમાં કોઇ બિનકાયદેસર બાંધકામ નહી રહે, સરકારે પસાર કરેલા કાયદા વિશે જાણો
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજે બિનઅધિકૃત બાંધકામ બિલ રજુ કરીને પાસ કરવામાં આવ્યું હતું. આ બિલના કારણે લાખો નાગરિકોને ફાયદો થશે. શહેરી વિસ્તારોમાં બિનકાયદેસર…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજે બિનઅધિકૃત બાંધકામ બિલ રજુ કરીને પાસ કરવામાં આવ્યું હતું. આ બિલના કારણે લાખો નાગરિકોને ફાયદો થશે. શહેરી વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ઘરની આગર કરાયેલા દબાણ હવે કાયદેસર થઇ શકશે. સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ફી ભરીને આ બાંધકામને નિયમીત કરાવી શકશે. કોમર્શિયલ, શૈક્ષણિક કે રહેણાંક હેતુથી કરવામાં આવેલા વધારાના બાંધકામને પરવાનગી સાથે નિયમિત કરી શકાશે. 17.10.2022 પહેલાના તમામ બાંઘકામો નિયમિત થશે.
ઋષીકેશ પટેલે કહ્યું મહત્તમ નાગરિકો આનો ફાયદો ઉઠાવે
આ અંગે મંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું કે, મહાનગરો અને નગરોનાં સર્વેમાં મોટા પ્રમાણમાં બિનકાયદેસર બાંધકામો સામે આવ્યા હતા. જેથી નાગરિકોની સવલત માટે હવે આ બાંધકામોને નિયમિત કરવા માટે નવું બિલ લાવવામાં આવ્યું છે. આ બાંધકામ નિયમિત કરવાના બદલામાં જે નાણા મળશે તેનો ઉપયોગ શહેરમાં માળખાકીય સુધારાઓ કરવામાં આવશે. અનેક બીયુ પરમીશન વગરના મકાનોને હવે બીયુ પરમીશન મળશે.
ઇનગર પોર્ટલ પર અજી કરીને ફી ભરી શકાશે
વટહુકમની તારીખથી જ ચાર મહિના સુધીમાં E-NAGAR વેબસાઇટ પર અરજી કરી શકાશે. બે મહિનાની અંદર ફી ભરીને બાંધકામ નિયમિત કરાવી શકાશે. બાંધકામને નિયત કરેલા દસ્તાવેજો અને નિયત ફી ચુકવવાની રહેશે. જો કે કોઇ ખોટી માહિતી દર્શાવશે તો તેની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટેની પણ જોગવાઇ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
કઇ રીતે ચુકવવો પડશે ચાર્જ
આ પાર્કિંગને નિયમિત કરવા માટે 50 ચોરસમીટર સુધીના બાંધકામ માટે 3 હજાર રૂપિયા અને 100 ચોરસ મીટર માટે 6000 રૂપિયા નિયત કરાયા છે. જેટલા ચોરસ મીટર હોય તે પ્રમાણે ગુણાંકમાં પૈસા ચુકવવાના રહેશે. પ્રતિ 100 ચોરસ મીટરે 12 હજાર રૂપિયા ચુકવવા પડશે. કોમર્શિયલ બાંધકામ હશે તો પ્રતિ 100 ચોરસ મીટરે 24 હજાર રૂપિયા ચુકવવાના રહેશે. અપુરતી સ્વચ્છતાના કિસ્સામાં 7500 રૂપિયા વધારે ચુકવવા પડશે.
ADVERTISEMENT