ભાવનગર બાર અસોસિએશનનાં વકીલો રોડ પર ઊતરી આવ્યા, જાણો શું છે વિવાદ
નીતિન ગોહેલ, ભાવનગર: શહેરમાં વકીલાતનું કામ કરતાં અને ભાવનગર બાર અસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્ય જયેશ મહેતા સાથે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIએ ખરાબ વર્તન કરી લાફા મારી…
ADVERTISEMENT
નીતિન ગોહેલ, ભાવનગર: શહેરમાં વકીલાતનું કામ કરતાં અને ભાવનગર બાર અસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્ય જયેશ મહેતા સાથે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIએ ખરાબ વર્તન કરી લાફા મારી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાવનગર બાર અસોસિએશન દ્વારા આ પોલીસકર્મી વિરુદ્ધ પગલાં લેવાની માગ કરી હતી. પરંતુ, તત્કાળ પગલાં ન લેવાતા તેના વિરોધમાં આજરોજ ભાવનગર ત્રણેય બાર અસોસિએશન દ્વારા કોર્ટ કાર્યવાહીથી અળગા રહી રોડ પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભાવનગર બાર અસોસિએશન તથા ક્રિમિનલ બાર અસોસિએશન તથા એકસીડન્ટ ક્લેમ બાર અસોસિએશન દ્વારા આજે તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને લઈ આજરોજ કોર્ટ પાસે બાર રૂમ પાસે વકીલો ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી રોડ પર ઉતરી આવી ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાવનગર શહેરમાં રહેતા અને વકીલાત કરતાં તથા ભાવનગર વકીલાત મંડળ – બાર અસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર જયેશ મહેતા ગતરોજ રાત્રિના સમયે નાતાલ નિમિત્તે પરિવારને લઈને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ ગયા હતા. જ્યાં આ વકીલનું બાઈક સ્કૂલ બહાર એક સાઈડમાં પાર્ક કર્યું હતુ. તો પણ શાળાના વોચમેને, વકીલને બાઈક દૂર ખસેડવા જણાવ્યું હતુ. ત્યા મામલો બીચક્યો હતો.
પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ઘટનાને લઈ ત્યાં ફરજ પર ના હોમગાર્ડ જવાને બી-ડિવિઝન પોલીસને સ્થળ પર બોલાવી હતી. જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમાં ASI જે.જે.સરવૈયાએ વકીલ સાથે તોછડુ વર્તન કરી લાફા મારી ચશ્મા તોડી બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી બાઈક સાથે પોલીસ મથકે લઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યાં પણ વકીલ સાથે અસભ્ય વર્તન કરી હોમગાર્ડ મહિલાની છેડતીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ADVERTISEMENT
બળજબરીથી માફીનામું લખાવી દંડ વસૂલ્યો?
આ ઉપરાંત જયેશ મહેતા પાસેથી બળજબરીથી માફીનામું લખાવી દંડ વસૂલ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.આ વ્યથામાંથી મુક્ત થયેલા વકીલે પોતાની આપવીતી વકીલ મંડળને જણાવતાં વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે. અને ભાવનગર ત્રણેય બાર અસોસિએશન દ્વારા કોર્ટ કાર્યવાહીથી અળગા રહી રોડ પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT