194 કરોડના ડ્રગ્સ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ પૂર્ણ, હવે સાબરમતી જેલમાં રખાશે
કચ્છ: ગુજરાત ATS (Anti-Terrorism Squad) દ્વારા લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. 194 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત…
ADVERTISEMENT
કચ્છ: ગુજરાત ATS (Anti-Terrorism Squad) દ્વારા લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. 194 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત એટીએસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની ધરપકડ કરી હતી. જેમાં ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટરના વધુ રિમાન્ડની માગણી કરવામાં ન આવતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈને ચેતક કમાન્ડો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે બાદ તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે પોલીસ કચ્છથી રોડ માર્ગે લોરેન્શ બિશ્નોઈને લઈને સાબરમતી જેલમાં આવશે.
194 કરોડના ડ્રગ્સમાં ખુલ્યું હતું લોરેન્સ બિસ્નોઈનું નામ
પંજાબની જેલમાં બેસેલા લોરેન્સ સામે પાકિસ્તાની ડ્રગ ડિલર પાસેથી 194 કરોડનું હેરોઈન મગાવાયું હોવાને લઈને જખૌના દરિયા પાસેથી જ્યારે ડ્રગ્સ પકડાયું ત્યારે તેની સંડોવણી સામે આવી હોવાના આરોપ છે. NIA કોર્ટમાંથી કબ્જો મેળવી એટીએસએ લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેની પૂછપરછ બાદ આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે તેને સાબરમતી જેલના હવાલે કર્યો હતો.
લોરેન્સના સાથીને ત્યાં NIAના દરોડા
બે મહિના પહેલા NIAએ ગુજરાતના ગાંધીવાડમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરના ઘરે દરોડા પાડ્યા હતા. કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સહયોગી રહ્યો છે. કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે પણ જોડાયેલો છે અને તે લોરેન્સ બિશ્નોઈને મદદ કરતો હતો.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)
ADVERTISEMENT