સુરતમાં એક-બે નહીં પણ 150 વેપારીઓને ઠગી ગયો બિલ્ડરઃ કરોડોનો ચૂનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ઘણા બિલ્ડર પર સુરતમાં ઠગાઈના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે ત્યારે વધુ એક બિલ્ડર ઠગાઈ કરીને કરોડો ચાંઉ કરી ગયાની વિગતો સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર સુરત શહેરના પર્વત પાટિયા ખાતે વર્ષ 2015માં સ્વસ્તિક ટેક્સટાઈલ માર્કેટના નામે પ્રોજેક્ટ શરૂ થયો હતો. જોકે તેનું બાંધકામ શરૂ થયે 100થી વધારે ટેક્સટાઈલ વેપારીઓએ અહીં પોતાના નાણાં લગાવી દુકાનોનું બુકીંગ કર્યું હતું. જોકે માર્કેટનું કામ વર્ષ 2018 સુધી પુરુ થવાની બાંહેધરી પણ બિલ્ડર્સ દ્વારા વેપારીઓને અપાઈ હતી પણ હવે તો 2023નું અડધું વર્ષ પણ નજીક આવી ગયું ત્યાં હજુ સુધી બિલ્ડર્સ દ્વારા કામ પુરું કરાયું નથી. જેમાં 200 કરોડનું રોકાણ કરીને બેસેલા વેપારીઓના નાણાં પાછા આપવાની માગ કર્યા છતા રૂપિયા આપ્યા નથી.

પીએફના પૈસા પણ અદાણીને? PM મોદી પર રાહુલનો વધુ એક પ્રહાર

ઉલ્લેખનીય છે કે આવા ઘણા વેપારીઓ સાથે સુરતમાં ઘણી વખત છેતરપીંડીના બનાવો બની ચુક્યા છે. માલ લઈ તેનું પેમેન્ટ ન કરવાથી લઈ ઘણા મામલાઓ હજુ પણ પોલીસ ચોપડે પડી રહ્યા છે. કરોડોમાં છેતરાઈ ગયેલા આ વેપારીઓએ અહીં સુધી કે વ્યાજ સહિત રૂપિયા નહીં આપે તો કન્ઝ્યૂમર કોર્ટ, રેરા અને પોલીસમાં પણ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. પણ બિલ્ડર પણ માથાભારે, તેને આવી ચીમકીઓની જાણે કોઈ અસર થઈ જ ન હતી. હવે જોવું રહ્યું છે કે આગામી સમયમાં બિલ્ડર કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાય છે કે પછી વેપારીઓને વ્યાજ સહિતના નાણાં ચૂકવે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT