ખેડાઃ માત્ર ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલા 83 લાખથી વધુના દારૂ પર ફર્યું પોલીસનું બુલડોઝર

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ એક બાજુ ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાંથી ઝડપાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી અંગેના કાયદાના લીરે લીરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ તાલુકાના ત્રણ પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા રૂપીયા 83 લાખ ઉપરાંતના દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવી દેતા તે વિસ્તારમાં દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂની નદીઓ વહેતા હોવાના દ્રશ્યો જોઈ સ્થાનીકો પણ આશ્ચર્યચકિત થયા હતા.

હાઈકોર્ટમાં સત્યેંદ્ર જૈનની જામીન અરજી સામે ED: જૈનના જવાબ મંગળવારે

પ્રાંત અધિકારીની હાજરીમાં કરાયો નાશ
ગુજરાતમાં દારૂબંધી છે. છતાંય રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાતો હોય છે. અને આ ઝડપાયેલ દારૂ થોડા સમય બાદ નાશ કરવામાં આવતો હોય છે. આજે ખેડા જિલ્લાના કપડવંજમાં પણ છેલ્લા એક વર્ષમાં કપડવંજ, કઠલાલ અને આંતરસૂંબા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો. આ સમગ્ર પ્રક્રિયા કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. જેમાં ડી વાય એસપી, નશાબંધી ખાતું, મામલતદાર કચેરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે નવાઈની વાત તો એ છે કે , ખેડા જિલ્લાના માત્ર 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 83 લાખ 11 હજાર 133 રૂપીયાનો વિદેશી દારૂ નાશ કરાયો. જેમાં કપડવંજ રૂરલમાંથી પકડાયેલી 9217 નંગ બોટલ જેની કિંમત 13,84,330 રૂપિયાના મુદ્દા માલનો નાશ કરાયો, તોકઠલાલમાં પકડાયેલી 29713 નંગ બોટલો મળી રૂપિયા 51,61,098 ના મુદ્દા માલનો નાશ કરાયો, જ્યારે આતરસુંબામાંથી પકડાયેલી 9756 નંગ બોટલ રૂપિયા 17,56,755 ના મુદ્દા માલનો નાશ કરાયો છે. આમ ત્રણેય પોલીસ સ્ટેશન મળી કુલ 48,686 નંગ વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂપિયા 83,11,183ના પ્રોહી મુદ્દા માલનો નાશ કરાયો છે.

ADVERTISEMENT

હાઈકોર્ટમાં સત્યેંદ્ર જૈનની જામીન અરજી સામે ED: જૈનના જવાબ મંગળવારે

કપડવંજમાં જ્યારે લાખો રૂપિયાના વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફરી રહ્યું હતું. દરમિયાન દારૂની નદીઓ વહેતી હોય તેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે જો માત્ર ત્રણ પોલીસ મથકની હદમાં 83 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોય તો આખા જિલ્લામાં કેટલા રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થતી હશે તેવી ચર્ચા હાલ જાગૃતજનો કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT