જુનાગઢઃ સળગતા અંગારા પર બાળકીઓને ચલાવવા મામલે પોલીસ જ મુંજવણમાં મુકાઈ, જાણો શું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢમાં પિતાએ પોતાની દીકરીને અંધશ્રદ્ધાના નામે દીકરીઓને અંગારા પર ચાલવા મજબૂર કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. જોકે આ મામલામાં હવે જ્યારે પરિવારનું નિવેદન સામે આવ્યું છે ત્યારે ખુદ પોલીસ પણ માથું ખંજવાળવા પર આવી ગઈ છે. આવનારા સમયમાં સત્ય શું બહાર આવે છે તે જોવું રહ્યું.

શું હતી ઘટના
પ્રારંભીક રીતે સામે આવેલી વિગતો પ્રમાણે, બંને પુત્રીઓ તેમની માતા દમયંતી સાથે જૂનાગઢમાં રહે છે જ્યારે પિતા કેશોદ નજીક પીપળીમાં રહે છે. પ્રફુલ ગજેરા નામના વિક્તિને તેમની દીકરીઓ ભૂતની છાયામાં આવી ગઈ હોવાની અંધશ્રદ્ધા પર કેટલીક વિધિ કરાવવા માટે તેમની દીકરીઓને બોલાવી હતી. સગીરાઓને યજ્ઞમાં બોલાવી આગ પર ચાલવા મજબૂર કરી હતી. મેલી વિદ્યા હોવાની આશંકાએ સગીરાઓના હાથ આગમાં હોમ્યા હતા. માતાએ વિરોધ કરતા માતાને માર્યો માર હતો. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હાલ સગીરાઓની માતાએ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

માત્ર દહીં માટે મુખ્યમંત્રીએ એવો હોબાળો કર્યો કે તમે પણ કહેશો કે CM થઇને આવું

આ ઘટનાનો ભોગ બનેલી દીકરીઓએ કહ્યું કે અમારા પિતા અમને મારતા હતા. કોઇ વિધિ માટે ગામમાં બોલાવી અમને વળગાડની વિધિ કરાવી અને અમને સળગતા અંગારા પર દોડાવ્યા અને આખી રાત ડાકલા પણ વગાડ્યા તે ખૂબ જ ડરામણું હતું.

ADVERTISEMENT

આ તરફ પોલીસ કાર્યવાહીમાં ચોંકાવનારો વળાંક
એક તરફ માતા-પુત્રીએ આક્ષેપ કર્યો હતો કે પરિવારના સભ્યોએ અમને ત્રાસ આપ્યો હતો અને વળગાડ મુક્તિની પદ્ધતિના નામે અમને ગરમ અંગારા પર ચાલવા દબાણ કર્યું હતું. જ્યારે બીજી તરફ પ્રફુલ ગજેરાના પરિવારનું કહેવું છે કે આ બધા ખોટા આરોપો છે. અમે કોઈ અંધશ્રદ્ધા રાખી નથી. આ ચૈત્ર નવરાત્રી ઉત્સવનો શાંતિ હવન હતો. મારી કાકી પોતે દીકરીઓ સાથે આવી હતી. તે માતા હતી જેણે તેની પુત્રીઓને સળગતા અંગારા ઉપાડવા અને તેના પર ચાલવા કહ્યું. સાત-આઠ વર્ષથી મારી કાકી તેના મામાના ઘરે રહે છે. જતી વખતે તે કહેતી રહી કે હું બધાને કહીશ કે મારી દીકરીઓને ભૂતના નામે બાળવામાં આવી છે. અને પોલીસને અમારી મદદ કરવા વિનંતી કરી, અમે કંઈ કર્યું નથી. યજ્ઞનું સંચાલન કરનાર પૂજારીએ એમ પણ કહ્યું કે કોઈ અંધશ્રદ્ધાળુ યજ્ઞ કરવામાં આવ્યો નથી, તે માત્ર શાંતિ યજ્ઞ છે, વળગાડ મુક્તિની કોઈ વિધિ કરવામાં આવી નથી. હવે પોલીસ સત્ય શું છે તે જાણવા તપાસમાં લાગેલી છે. Dyspનું કહેવું છે કે માતાએ 7 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT