બનાસકાંઠા: થરાદમાં વધુ એક કેનાલમાં ભંગાણ, ભ્રષ્ટ તંત્રના પાપે ખેડૂતોના પાકમાં પાણી ફર્યા
બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદ પંથકમાં કેનાલમાં ભંગાણ થવાની વધુ એક ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર કેનાલમાં થતા ભંગાણને કારણે ખેડૂતોના ઊભા પાક પર…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદ પંથકમાં કેનાલમાં ભંગાણ થવાની વધુ એક ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર કેનાલમાં થતા ભંગાણને કારણે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારની સતત ચાડી ખાતા આવા ભંગાણનો ભોગ અવારનવાર ખેડૂતોને બનવાનું થાય છે.
બનાસકાંઠા: પીરગઢ કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું , ભ્રષ્ટ તંત્રના પાપે ખેડૂતોના પાકમાં પાણી ફર્યા#Banaskantha #GTVideo pic.twitter.com/49060hEPdg
— Gujarat Tak (@GujaratTak) January 13, 2023
મધ્ય ગુજરાતની પ્રખ્યાત પંચામૃત ડેરીમાં ભરતીના નામે ખોટી જાહેરાત પ્રસિદ્ધ કરનાર ઈસમો પર કસાયો સંકંજો
કેનાલમાં દસ ફૂટનું ગાબડું
બનાસકાંઠાના થરાદ પંથકમાં આજે શુક્રવારે વધુ એક કેનાલમાં ભંગાણ થવાની ઘટના બની છે. થરાદની પીરગઢ કેનાલમાં લગભગ દસેક ફૂટનું ગાબડું પડી ગયું હતું. જેના કારણે પાણી બધું આજુ બાજુંમાં ખેતર ધરાવતા ચારેક જેટલા ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા. અહીં કેનાલના ભંગાણને કારણે આજુબાજુ વાવેતર કરાયેલા જીરા, રાઈ અને દિવેલા જેવા પાક પર પાણી ફરી વળ્યા હતા. ખેડૂતો માટે આ ઘટના ચિંતા જનક બની હતી. બનાસકાંઠાના થરાદ પંથકમાં વધુ એક કેનાલમાં ભંગાણથી ખેડૂતોના ખેતર તો ઠીક પણ અહીં સામાન માટે રખાયેલી ઓરડી અને મજુરો માટે રાખવામાં આવેલા કેટલાક સામાન પણ પાણીમાં પલડી ગયા હતા.
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT