‘થાય એ કરાવી લેજો પ્રેસવાળા પાસે’- ભાવનગરના ભાજપ કોર્પોરેટરે પાણીના પ્રશ્ને લોકોને કહ્યું- Audio
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના નગરસેવક બાબુ મેર દ્વારા પાણીના પ્રશ્નને લઈને સ્થાનીકોને જે જવાબ આપ્યો તેનો ઓડિયો સામે આવ્યો છે. હદાનગર સ્નેહમિલન સોસાયટીમાં…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના નગરસેવક બાબુ મેર દ્વારા પાણીના પ્રશ્નને લઈને સ્થાનીકોને જે જવાબ આપ્યો તેનો ઓડિયો સામે આવ્યો છે. હદાનગર સ્નેહમિલન સોસાયટીમાં રોડના કામમાં સ્થાનીકોએ પાણીની લાઈન તૂટી જતા નારાજગી દર્શાવી હતી. આ અંગે કોન્ટ્રાક્ટર પર લોકો ભડક્યા હતા. તેમણે મામલામાં નગરસેવક બાબુ મેરની પણ મદદ માગી હતી. જોકે અહીં કામ કરનારા કોન્ટ્રાક્ટરની જાડી ચામડીને તેની પણ અસર થઈ ન હતી. આ ખરે તેઓએ મીડિયા પાસે પ્રશ્ન ઊભો કર્યો ત્યારે નગરસેવકે તેમને જવાબ આપ્યો કે મીડિયા ભેગું કરવાથી શું થાય. પ્રેસવાળા શું કરશે. થાય એ કરાવી લેજો પ્રેસવાળા પાસેથી.
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો નવી સમયમર્યાદા
બાબુમેરની વાતચીતનું લાઈવ રેકોર્ડિંગ આવ્યું સામે
શહેરમાં હાદાનગર સ્નેહ મિલાન સોસાયટીમાં ચાર દિવસ પહેલા રોડના કામ કરતા કોન્ટ્રકટર દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઇન તોડી નાખવામાં આવી છે. સ્થાનિકો દ્વારા લાઇન રિપેરિંગ કર્યા બાદ રોડનું કામ શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યાર બાદ સ્થાનિકો દ્વારા કોર્પોરેટ બાબુભાઈ મેરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ અધિકારી દ્વારા તેને ધ્યાને નહીં લેતા મીડિયાને બોલવામાં આવ્યું હતું. ત્યારે બાબુભાઈને ખબર પડતાં સ્થાનિકને ફોનમાં ધમકાવતો ઓડિયો સામે આવ્યો જેમાં પ્રેસ મીડિયાથી કાંઈ થાય નહીં. નગરસેવક બાબુ મેરની ફોનમાં વાતચીત લાઈવ રેકોર્ડિંગ સામે આવ્યું. ત્યારે સ્થાનિક પ્રજાને શું આમ જ ભાજપનાં નગરસેવકો દ્વારા ધમકાવતા આવશે જે પ્રજાએ તેમને ખોબલે ખોબલે મત આપી ચૂંટણીમાં જીત અપાવી અને તેના વિસ્તારમાં કોઈ સમસ્યાઓ આવે તો તેના યોગ્ય નિરાકરણ લાવવાને બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવું કહેવામાં કોઈ જ અતિશ્યોક્તિ નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT